Rajkot: પેલેસ રોડ પર થયેલી લાખોના દાગીનાની ચોરીનો ઉકેલાયો ભેદ, કારીગરે જ ફિલ્મી ઢબે આપ્યો હતો ચોરીને અંજામ

|

Apr 20, 2023 | 9:33 PM

Rajkot: પેલેસ રોડ પર થયેલી લાખોના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. એસ.એન. ઓર્નામેન્ટ નામની દુકાનમાંથી 13 લાખથી વધુ કિંમતનુ સોનુ અને 40 હજારથી વધુ રોકડની ચોરી થઈ હતી. જેમા દુકાનનો કારીગર જ ચોર નીકળ્યો હતો. શાતિર આરોપી ચોરી દરમિયાન સીસીટીવીનું DVR પણ ચોરી ગયો હતો.

Rajkot: પેલેસ રોડ પર થયેલી લાખોના દાગીનાની ચોરીનો ઉકેલાયો ભેદ, કારીગરે જ ફિલ્મી ઢબે આપ્યો હતો ચોરીને અંજામ

Follow us on

રાજકોટના પેલેસ રોડ પર રાજશ્રુંગી એપાર્ટમેન્ટમાં આવેલી એસ એન ઓર્નામેન્ટ્સ નામની દુકાનમાંથી લાખો રૂપિયાના સોનાની ચોરી થઈ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 13 લાખથી વધુ કિંમતનું સોનું અને 40 હજારથી વધુ રોકડ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં પોલીસ તપાસમાં અન્ય કોઈ નહિ પરંતુ દુકાનનો કારીગર જ ચોર નીકળ્યો હતો. LCB ઝોન 1 ની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કારીગરે જ માલિક સાથે કર્યો વિશ્વાસઘાત

ગત 11 એપ્રિલે ઓર્ડર મુજબ સોનાના ઘરેણાં બનાવતી એસ એન ઓર્નામેન્ટ્સમાથી 388 ગ્રામ સોનું,41 હજાર રોકડ મળી 13 લાખ 71 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. પ્રાથમિક તપાસમાં દુકાનનું તાળું સલામત હતું અને કોઈ પણ પ્રકારની તોડફોડ પણ નહોતી કરવામાં આવી.પરંતુ સીસીટીવીનું DVR ચોર પોતે સીસીટીવીમાં ન આવે તેથી ચોરી કરી ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ચોરે દુકાનની પાછળના ભાગે આવેલી બારીની ગ્રિલ તૂટેલી હતી. જેમાંથી દુકાનમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો.આ ચોર અન્ય કોઈ નહિ પરંતુ દુકાનમાં જ કામ કરતા 4 કારીગરોમાંનો એક શેખ નસુરુદિન સાઇદુલ ઇસ્માઇલ હતો. આ ઘરેણા બનાવવાની દુકાનનો માલિક મૂળ બંગાળી છે અને આરોપી પણ મૂળ બંગાળી છે.જેથી તેનો વિશ્વાસ કરી તેને કામ પર રાખ્યો હતો પરંતુ તેને જ માલિક સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાનું સોનું લઈ ફરાર થઈ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ફિલ્મી ઢબે આપ્યો ચોરીને અંજામ

આરોપીએ ફિલ્મી ઢબે આ ચોરીને અંજામ આપ્યો હતો.આરોપી છેલ્લા 2 મહિનાથી આ દુકાનમાં ઘરેણા બનાવવાનું કામ કરતો હતો.આ દરમિયાન દુકાનની પાછળ આવેલી બારીની ગ્રિલ તૂટેલી છે તેની જાણ તેને હતી.જેથી તેણે જ્યારે કોઈ સારી પેઢીનું મોટી માત્રામાં ઘરેણા બનાવવાનો ઓર્ડર આવે તેની ફિરાકમાં હતો. બનાવના થોડા દિવસો પહેલા જ ઘરેણા બનાવવાનું મોટુ કામ આવેલું હતું જેની ખાતરી કરીને બનાવના દિવસે બહાનું કાઢીને કામ પર આવેલો નહોતો અને બજારમાંથી દોરડું ખરીદીને કોમ્પલેક્ષ બંધ થતાં પહેલાં અગાસીનો લોક ખોલી અગાસી પર સંતાઈ ગયો હતો.

દુકાન બંધ થઈ ગયા બાદ કોમ્પલેક્ષના કોઈ વ્યક્તિની અવર જવર નથી તેવી ખાતરી કરીને દુકાનના પાછળના ભાગે આવેલી તૂટેલી ગ્રિલ વાળી બારીમાંથી પ્રવેશ કરી શકાય તે રીતે અગાસી પર એસી રાખવામાં પિલોરમાં દોરડું બાંધીને દોરડાના સહારે ફિલ્મોમાં જેમ ચોર ચોરીને અંજામ આપે તે રીતે અગાસી પરથી દોરડાના સહારે બારીમાંથી પ્રવેશ મેળવી ચોરીને અંજામ આપ્યો હતો.પોતાની ઓળખ છતી ન થાય તે માટે તે સીસીટીવીનું DVR પણ ઉઠાવી ગયો હતો.પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રૂપિયાની વધુ જરૂર હોવાથી તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: Rajkot : રાજકોટના શિક્ષકે બનાવી વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે સ્થાન

80 જેટલા CCTV ચેક કર્યા બાદ પોલીસને મળી સફળતા

પોલીસ જ્યારે માલિકની ફરિયાદ પરથી ઘટના સ્થળે પહોંચી ત્યારે કારીગરોની પૂછપરછ કરી ત્યારથી આ કારીગરો પોલીસની શંકાના દાયરામાં હતા.LCB ઝોન 2 ની ટીમે આજુબાજુની દુકાનો તેમજ આરોપીના રહેણાંક અને પેલેસ રોડ પર આવતી અન્ય જગ્યાઓના 80 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 9:23 pm, Thu, 20 April 23

Next Article