કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ

|

Mar 07, 2023 | 5:01 PM

Rajkot News : રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વેની જાહેરાત કરતાની સાથે જ રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 11 તાલુકાઓમાં પડેલા વરસાદને લઇને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ

Follow us on

રાજકોટ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે શિયાળું પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વેની જાહેરાત કરતાની સાથે જ રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 11 તાલુકાઓમાં પડેલા વરસાદને લઈને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ખેતીવાડી વિભાગના પ્રાથમિક સર્વેમાં સૌથી વધારે નુકસાન જસદણ તાલુકામાં થયું છે.

જસદણમાં સૌથી વધારે નુકસાન-ડીડીઓ

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાન અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકા પૈકી જસદણ અને કોટડાસાંગાણીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને આ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે. આજે વહેલી સવારથી જ ખેતીવાડી વિભાગની ટીમ જસદણ તાલુકાની મુલાકાતે હતી. જેમાં 14 જેટલા ગામડાંઓમાં ચણા અને ઘઉંના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ જ રીતે 14 જેટલી ટીમો દ્વારા જિલ્લામાં જે સ્થળોએ નુકસાન થયું છે ત્યાં સર્વે હાથ ધરવામાં આવશે.હાલમાં શિયાળું સિઝન પુરી થવામાં હતી જેથી મોટાભાગના ખેડૂતોએ પોતાનો ઉભો પાક લણી લીધો હતો જેથી નુકસાની ઓછી થઇ છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જણસ ન રાખવા અપીલ-ડીડીઓ

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકો મારફતે દરેક ગામમાં ખેડૂતોને ખેતરમાં ખુલ્લામાં તૈયાર જણસ ન રાખવાની અપીલ કરી છે. સાથે સાથે જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે વાર્તાલાપ કરીને કોઇપણ યાર્ડમાં ખુલ્લામાં જણસ ન રહે તે માટેની સૂચના આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને કમોસમી વરસાદની આગાહીને જોતા ખાસ તકેદારી રાખવા માટેની અપીલ કરી છે.

મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ સહાય આપવાની માગ-ખેડૂત આગેવાન

કમોસમી વરસાદ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માગ કરી છે. દિલીપ સખિયાએ કહ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાય ગયો છે, ત્યારે સરકારે મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત તાત્કાલિક સહાય ચૂકવવી જોઇએ. હાલમાં ખેડૂતોને ઘઉં,ધાણા,જીરૂ અને સોરઠમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે તેની સહાય ચૂકવવામાં આવે તેવી માગ છે.

Next Article