Rajkot: રાજકોટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કચેરી જ જર્જરિત હાલતમાં

|

Jun 29, 2023 | 2:24 PM

રાજકોટ તાલુકા પંચાયત જ જર્જરિત હાલતમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે શું જર્જરિત આવાસોની જેમ શું તંત્ર તાલુકા પંચાયતને પણ નોટિસ આપીને ખાલી કરાવશે કે પછી જીવના જોખમે કચેરી આ જ રીતે ચાલશે.

Rajkot: રાજકોટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કચેરી જ જર્જરિત હાલતમાં
Rajkot

Follow us on

Rajkot : જામનગરની જર્જરિત આવાસ ધરાશાયી થયાની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને જર્જરિત આવાસો ખાલી કરાવવાની કાર્યવાહી તો કરાઇ રહી છે. પરંતુ રાજકોટ તાલુકા પંચાયત જ જર્જરિત હાલતમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે શું જર્જરિત આવાસોની જેમ શું તંત્ર તાલુકા પંચાયતને પણ નોટિસ આપીને ખાલી કરાવશે કે પછી જીવના જોખમે કચેરી આ જ રીતે ચાલશે.

આ પણ વાંચો  : Rajkot: પેઢીઓ સુધી સાચવી શકાય તેવી અનોખી રામાયણ બનાવાઈ, ખાસ પ્રકારની ઇન્ક અને લાકડાનો કરાયો છે ઉપયોગ, જુઓ Video

40 વર્ષ જૂની તાલુકા પંચાયત કચેરી

જામનગરમાં જે જર્જરિત આવાસ ધરાશાયી થયા તે 30 વર્ષ જૂના હતા. ત્યારે રાજકોટ તાલુકા પંચાયત 40 વર્ષ જેટલી જૂની છે અને તેની હાલત જોઈને લાગે છે કે ક્યારેય આ કચેરીમાં રીનોવેશન થયું જ નથી લાગતું. તાલુકા પંચાયતની કચેરીની બહારની દીવાલોમાંથી પ્લાસ્ટર ઉખડી ગયું છે. સાથે જ દિવાલની ઈંટો પણ દેખાય છે. અમુક દીવાલોમાં તો વૃક્ષો ઊગવાની પણ શરૂઆત થઈ ગઈ છે. મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ત્યારે ચોમાસાની જર્જરિત ઇમારતો વધુ જોખમી બની જતા હોય છે. ત્યારે આ કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે અને કર્મચારીઓ કામ કરતા હોય છે. જેના પર જોખમ રહેલું છે.

Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025

“તાલુકા અને જિલ્લા પંચાયત કચેરી નવી બનવાશે” કલેકટર

આ અંગે ટીવી9 દ્વારા કલેકટરની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતુ કે આ વિષય પર તંત્ર ગંભીર છે અને તાલુકા અને જિલ્લા પંચાયતનું રી ડેવલપમેન્ટ કરવામાં આવશે. જ્યાં સુધી તાલુકા પંચાયતમાં બેસી શકાય તેવી સ્થિતિમાં ન હોય તો આ કચેરીની કામગીરી અન્ય જગ્યા પર પણ ખસેડવામાં આવશે.

અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી

તો આજે સવારે અમદાવાદના મણિનગરમાં આવેલા એક સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. જેના પગલે કાટમાળ નીચે અનેક લોકો ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને લોકોને બચાવની કામગીરી શરુ કરી હતી. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ફસાયેલા 30 લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવ્યું છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો