રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલ રાષ્ટ્રીયતા સાથે માનવ ઉત્‍થાનનું ભગીરથ સેવા કાર્ય કરી રહ્યું છે : વિજય રૂપાણી

|

Dec 23, 2022 | 7:10 PM

ગુજરાતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. અમૃત મહોત્સવ. મહોત્સવ અંતર્ગત યોજાયો નારી સશક્તિકરણનો સંદેશો આપતો "ભવ્ય મહિલા મંચ", જેના માધ્યમથી મહિલા ઉત્થાનના અનેરા પ્રકલ્પો યોજાયા હતા. જેમાં અમૃત મહોત્સવના સવારના સેશનમાં માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલ રાષ્ટ્રીયતા સાથે માનવ ઉત્‍થાનનું ભગીરથ સેવા કાર્ય કરી રહ્યું છે : વિજય રૂપાણી
Vijay Rupani Rajkot Swaminarayan Gurukul

Follow us on

ગુજરાતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. અમૃત મહોત્સવ. મહોત્સવ અંતર્ગત યોજાયો નારી સશક્તિકરણનો સંદેશો આપતો “ભવ્ય મહિલા મંચ”, જેના માધ્યમથી મહિલા ઉત્થાનના અનેરા પ્રકલ્પો યોજાયા હતા. જેમાં અમૃત મહોત્સવના સવારના સેશનમાં માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળપણમાં રાજકોટ ગુરુકુળમાં સંતોના દર્શન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ નિહાળેલ તેની સ્મૃતિ કરી હતી. તેઓએ કહ્યું હતું કે ગુરુકુલ રાષ્ટ્રીયતા સાથે માનવ ઉત્‍થાનનું ભગીરથ સેવા કાર્ય કરી રહ્યું છે.આ ઉપરાંત ભારતના રાષ્ટ્રવાદી પ્રખર વક્તા પુષ્પેન્દ્ર કુળ શ્રેષ્ઠ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેઓએ પોતાના રસાળ અને ઓજસવી પ્રવચનથી સભા મંડપમાં બેઠેલા તમામ ભક્તોને રાષ્ટ્રવાદના પિયુષ પાયા હતા.

ભારતની સંસ્કૃતિને પ્રકાશતા અનેક સંદેશ મહિલા મંચેથી વહ્યા

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંત સાધ્વી ઋતંભરાજી, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠાધિ પતિ લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતુશ્રી, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, તથા મિત્તલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નૃત્ય અને રૂપકો દ્વારા ભારતની સંસ્કૃતિને પ્રકાશતા અનેક સંદેશ મહિલા મંચેથી વહ્યા. સાધ્વી ઋતંભરાજીએ પોતાના પ્રવચનમાં અર્જુન અને શ્રી કૃષ્ણની વાત કરી તથા કહ્યું કે, “કયા ધુને અપને પતિ હિરણ્યકશિપુ સે દો બાર નારાયણ કા જાપ કરવાયા ઔર ઉસકે પરિણામ સ્વરૂપ પ્રહલાદજી સમાન ભક્ત કા જન્મ હુઆ, ભારત કી નારી મે યહ શક્તિ હૈ કી વહ ચાહે તો ક્રૂર રાક્ષસો કે બીચ ભી ભક્ત કો પૈદા કર સકતી હૈ, યહ હૈ ભારત કી નારી.”

આપણા સંતોએ બહેનોની ચિંતા કરી છે

આ પ્રસંગે સાંખ્ય યોગી મહિલા શ્રી એ વાત કરતા કહ્યું હતું કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ ગુરુકુલોમાં આજ સુધી બાળકોને વિદ્યા અભ્યાસનો ચાન્સ મળતો હતો . હવેથી આપણા સંતોએ બહેનોની ચિંતા કરી છે. જેને માટે રાજકોટ અને સુરતમાં જમીન સંપાદન થઈ છે. જે બે વર્ષમાં કાર્યરત થઈ જશે. અને મહિલાઓને એમાં ભણવાનો વિદ્યા સાથે સદવિદ્યા મેળવવાનો અને પોતાના શીલ સંસ્કારને જતન કરવાનો સુયોગ સાંપડશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

મહિલા સંમેલનોમાં નારી જીવન જીવવાની કળાઓ શીખવી હતી

સાંખ્યયોગી શ્રી કૃપા બહેને કહ્યું હતું કે આપણા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંચાલિત શ્રી પ્રેમવતી મહિલા સંસ્કાર કેન્દ્રો નવ હાલ કાર્યરત છે. તેમાં રહેતા 55 પંચાવન સાંખ્ય યોગી માતાઓ તથા 20 પાર્ષદો દ્વારા અત્યારે કાર્યરત છે. જેઓ ગામડે ગામડે વીજળીને બાલિકા મંડળ યુવતી મંડળ તેમજ મહિલા મંડળો દ્વારા ભજન ભક્તિ સત્સંગ ઉત્તરકર્શના સેવા કાર્યો કરાવી રહ્યા છે. છેલ્લા છેલ્લાબે વર્ષમાં અમૃત મહોત્સવના ઉપક્રમે 7500 ઘરે પધરામણીઓ તથા સત્સંગ સભાઓમાં તથા વિવિધ સ્થળે યોજાયેલા મહિલા સંમેલનોમાં નારી જીવન જીવવાની કળાઓ શીખવી હતી.

 મહિલા મંચમાં 15,000 ઉપરાંત દેશ વિદેશના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

મહિલાઓ દ્વારા આયોજિત સંયોજિત અને સંપાદિત આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો.આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત સૌરાષ્ટ્રના સપુત સુરતમાં સામાજિક કાર્યકર મથુર સવાણીએ મહિલા ઉત્કર્ષ સાથે ગુરુકુળની વિવિધ સેવા પ્રવૃત્તિઓ તથા ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીના જીવનથી બાળકોનું જીવન ઘડતર થઈ રહ્યું છે તેની વાત કરી હતી

Next Article