Rajkot : ભૂમાફિયાઓ સામે કલેકટર તંત્રની કડક કાર્યવાહી, અંદાજિત 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી

|

Aug 07, 2021 | 2:50 PM

સરકારી જમીન પર શેડ અને દુકાનો બનાવી દેવાયા હતા તે પ્લોટ પરના 13 શેડનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેના થકી અંદાજિત 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

રાજકોટ(Rajkot) માં ભૂમાફિયાઓ સામે કલેકટર તંત્રએ હવે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સરકારી 5000 ચો.મી. જમીન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તેમજ સરકારી જમીન પર શેડ અને દુકાનો બનાવી દેવાયા હતા તે પ્લોટ પરના 13 શેડનું મેગા ડિમોલિશન(Demolition)  કરવામાં આવ્યું હતું. જેના થકી અંદાજિત 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત ભૂ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. રાજકોટમાં માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી સરકારી જમીન વેચાણ કરી દેતા હોવાની મોડેસ ઓપરેન્ડી સામે આવ્યા બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના રસીકરણની શ્રેષ્ઠ કામગીરી ,કોરોના કાળમાં પણ વિકાસ કાર્યો ચાલુ રહ્યા : અમિત શાહ

આ પણ વાંચો : શર્લિનના ખુલાસાથી ફરી શિલ્પાનું નામ ચર્ચામાં, કહ્યું આ રીતે શિલ્પાના નામે છેતરતો હતો કુંદ્રા

Published On - 2:50 pm, Sat, 7 August 21

Next Video