Rajkot : કોરોના સંક્રમણમાં ઘટાડો, ધો. 6 થી 8ની શાળાઓ ખોલવા પર ચર્ચા

|

Aug 10, 2021 | 5:30 PM

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત કાબૂમાં છે. કોરોનાના એક્ટિવ કેસ ઘટતા ધોરણ 6થી 8ની શાળા ખોલવા પર વિચારણા ચાલી રહી છે. ત્યારે સ્વર્નિભર શાળા સંચાલક મહામંડળના હોદ્દેદાર જતીન ભરાડે કહ્યું કે દરેક ધંધાકીય પ્રવૃતિ ચાલુ છે.

Rajkot : ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત કાબૂમાં છે. કોરોનાના એક્ટિવ કેસ ઘટતા ધોરણ 6થી 8ની શાળા ખોલવા પર વિચારણા ચાલી રહી છે. ત્યારે સ્વર્નિભર શાળા સંચાલક મહામંડળના હોદ્દેદાર જતીન ભરાડે કહ્યું કે દરેક ધંધાકીય પ્રવૃતિ ચાલુ છે. પરિવારમાંથી લોકો કામ અર્થે બહાર જાય છે. કોરોનાની ત્રીજી લહેર આવશે તેવા ડરે શાળાઓ ન ખોલવી તે યોગ્ય નથી. હાલ જયારે કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજયમાં વાતાવરણ રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. સાથે જ શાળા અને કોલેજોના અમુક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે નાના ભૂલકાંઓની શાળાઓ શરૂ કરવા મામલે હજુ અસંમજસની સ્થિતિ છે. કારણે કોરોનાની ત્રીજી લહેરની હજુ દહેશત હોવાનું કહેવાઇ રહ્યું છે.

 

Next Video