Rajkot: નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય

|

Oct 04, 2023 | 7:31 PM

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હ્રદય રોગના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરવામાં આવશે.

Rajkot: નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય
Rajkot Civil

Follow us on

Rajkot : રાજકોટ સહિત ગુજરાતભરમાં યુવાનોમાં હ્રદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે, ખાસ કરીને નવરાત્રીમાં આ જોખમ વધારે ઉભું થાય તેવી શક્યતા છે. તેને જોતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નવરાત્રી પર્વ પર હ્રદયરોગ માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હ્રદય રોગના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરવામાં આવશે.

આ પણ વાંચો Rajkot: અંધશ્રદ્ધામાં યુવક પાસેથી વધુ એક ભૂવાએ 8 લાખ પડાવ્યા, જુઓ Video

સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે, જેમાં 10 ICU બેડ તૈનાત રહેશે. આ ઉપરાંત કાર્ડિયોલોજીસ્ટ, મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વાર 10 જેટલી એબ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ખેલૈયાઓએ શું રાખવી તકેદારી?

સિવિલ અધિક્ષકે ખેલૈયાઓને અપીલ કરી છે કે ગરબા રમતા સમયે ખાસ તકેદારી રાખવી જોઇએ. ખેલૈયાએ સમયાંતરે આરામ કરવો જોઇએ. ગરબા રમતા સમયે અન્ય પીણા પીવાને બદલે લીંબુ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઇએ, થોડી ગભરામણ અથવા તો છાતીમાં દુખાવો થાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઇએ.

સિવિલમાં કઈ રીતે અપાશે સારવાર ?

જ્યારે પણ કોઇ દર્દી સિવીલ હોસ્પિટલમાં આવશે કે તરત જ તેનો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવશે. ઇમરજન્સી વોર્ડમાં તેની ચકાસણી કરવામાં આવશે. જો તેને સામાન્ય દુખાવો હશે તો કાઉન્સિલર દ્વારા તેને સમજાવીને દવા આપવામાં આવશે. જો વધારે ગંભીર હશે તો કાર્ડિયોગ્રામ વોર્ડમાં દાખલ કરવા સુધીની અને ત્યાંથી એન્જોગ્રાફી કરવા સુધીની સારવાર આપવામાં આવશે.

રાજકોટમાં 48 કલાકમાં 6 યુવાનોના હ્રદયરોગથી થયા હતા મોત

યુવાનોમાં હ્રદય રોગનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં હ્રદય રોગને કારણે 6 યુવાનોના મોત નીપજ્યાં છે. એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ક્યારેક યુવાનો ગરબા રમતા રમતા તો ક્યારેક ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે નવરાત્રીમાં કોઇ યુવાનને હ્રદય રોગની પીડા ઉભી થાય અને તેને તાત્કાલિક સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 4:39 pm, Wed, 4 October 23

Next Article