Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

|

Mar 06, 2022 | 4:12 PM

છેલ્લા કેટલાય દિવસોથી આ જીવાત ખેતરોમાં ઉડતી દેખાઇ રહી છે. તેને પગલે પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ખેડૂતો આ જીવાતને કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા પાકને નુકસાન થાય તો ખેડૂતો આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે એમ છે.

Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે
વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બની

Follow us on

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી આફતોનો સામને કરી ચૂકેલા ખેડૂતો (farmers) પર નવી આફત આવી છે. અત્યારે જસદણ વિંછીયાના ખેડૂતો માટે નાની જીવાતની આફત આવીને ઉભી છે. ખેડૂતો આ જીવાત (pests) થી પાક (crop) ને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે આ જીવતના નિયંત્રણ માટે વહેરી તકે કાર્યવાહી કરવામાં આવશે નહીં તો ખેડૂતોના પાકને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે.

જસદણ (Jasdan)  વિંછીયા પંથકમાં જીવાતોના મોટા મોટા ટોળા સાંજના સમયે ખેતરમાં ઉડતાં જોવા મળે છે. દેખાવમાં નાની નાની આ જીવાત ખુબ જ મોટી સંખ્યામાં હોય છે અને તે ઉભેલા પાકને સૂકવી નાખે છે. આ જીવાતના કારણે ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયેલા દેખાયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકના ખેતરોમાં ક્યારેય ન જોઈ હોય તેવી જીવાતોના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

છેલ્લા કેટલાય દિવસોથી આ જીવાત ખેતરોમાં ઉડતી દેખાઇ રહી છે. તેને પગલે પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ખેડૂતો આ જીવાતને કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા પાકને નુકસાન થાય તો ખેડૂતો આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે એમ છે. તેથી ખેડૂતો આ જીવાતથી હાલ બચવાના ઉપાયો શોધી રહ્યા છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

વિંછીયા તાલુકામાં ખેડૂતના ખેતરોમાં આટલા વર્ષોમાં ક્યારેય ન જોઈ હોય તેવી જીવાતોના ટોળેટોળા ખેડૂતના ખેતરમાં ઉડી રહ્યા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. વિંછીયા પંથકના ખેડૂતોએ આવા પ્રકારની જીવાત ક્યારેય જોઈ ન હોવાથી ખેડૂતો આ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરવું તે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં ઉડતી જીવાતો કેટલી ઝેરી છે, તેની ખબર ન હોવાથી તમામ ખેડૂતોને આ જીવાત કરડવાનો ડર સતાવી રહ્યો છે. હાલ વિંછીયા પંથકના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ખેડૂતના ખેતરમાં જીવાતોના ઝુંડ ઉડી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આફત બનીને ત્રાટકેલા જીવતોના ટોળા સમગ્ર વિંછીયા વિસ્તારમાં કહેર વર્તાવ્યો છે. જેને લઈ ખેતરોમાં ઉભેલો પાક સુકાતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. માથે દેવા કરીને પણ ખેડૂતોએ વાવેલા કપાસ, જુવાર, બાજરો, રજકો જેવા પાકોનો જીવાતો સફાયો કરી નાખે છે.

સરકાર તંત્ર આ બાબતે ધ્યાન આપે અને ખેડૂતોને આ જીવાતની મુસીબતથી બચાવવાનો ઉપાય શોધી કાઢે એવી માંગ થઇ રહી છે. જો સરકારી તંત્ર ખેડૂતોની વ્હારે નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને મોટી નુકસાની થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ 10 માર્ચ બાદ ગુજરાત બનશે રાજકીય પ્રવૃત્તિઓનું એપીસેન્ટર, ભાજપનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર રહેશે

આ પણ વાંચોઃ Bharuch: અધિકારીઓને ધમકાવવાનો વિવાદ, મામલતદારો કાળી પટ્ટી પહેરી આંદોલન કરતાં મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો

Next Article