Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 5 એપ્રિલથી શરૂ થશે 51 કોર્ષની પરીક્ષા, પેપર લીક ન થાય તે માટે બનાવાયો ફુલપ્રુફ પ્લાન, વાંચો

|

Mar 28, 2023 | 9:51 AM

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 5 એપ્રિલથી પરીક્ષા શરૂ થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતા 51 કોર્ષની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેમાં 51,184 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાના એકપણ કોર્ષના પેપર લીક ન થાય તેને લઈને યુનિવર્સિટી દ્વારા ફુલપ્રુફ પ્લાન બનાવાયો છે.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 5 એપ્રિલથી શરૂ થશે 51 કોર્ષની પરીક્ષા, પેપર લીક ન થાય તે માટે બનાવાયો ફુલપ્રુફ પ્લાન, વાંચો

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પરીક્ષા આગામી 5 એપ્રિલથી શરૂ થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ 51 જેટલા કોર્ષની પરીક્ષા 132 કેન્દ્ર પર લેવાશે. જેમાં 51184 જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા તટસ્થ રીતે અને કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર લેવાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા ફુલ પ્રુફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રેકિંગ ટ્રેસિંગ અને QR કોડની મદદથી આખી સિસ્ટમ ફુલપ્રુફ કરવામાં આવી છે.

પેપર લીક થાય તો ઘડીના છઠ્ઠા ભાગે જવાબદારોને પકડી શકાશે-કુલપતિ

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય તે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા લેવા માટે સક્ષમ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા પરીક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરી છે જેમાં કેટલાક કોર્ષમાં ઓનલાઇન પેપર મોકલવામાં આવશે. તો બી.એ. અને બી.કોમ.ના પેપર જે તે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની થોડી ક્ષણો પહેલા જ મોકલવામાં આવશે.

પરીક્ષાના પેપર ટ્રેકિંગ સિસ્ટમથી રવાના કરવામાં આવશે, પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચશે ત્યાં સુધીનું ટ્રેસિંગ કરવામાં આવશે અને દરેક કેન્દ્રને વ્યક્તિગત QR કોડ અપાયો છે. જેથી જો ભુલથી પણ કોઇ પેપર ફોડશે તો તુરંત જ આ પેપર ક્યાં કેન્દ્રનું છે તે જાણી શકાશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ પણ વાંચો: Gujarati Video: જે.એમ.બિશ્નોઇ આપઘાત મામલે તપાસમાં મળી એક ડાયરી, લાંચની રકમનો હિસાબ આવ્યો સામે

અગાઉ બીબીએ-બી કોમનું પેપર લીક થયું હતું.

આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા લેવાયેલી બીકોમ અને બીબીએનું પેપર લીક થયુ હતું.આ પેપર રાજકોટની એચ એન શુક્લા કોલેજ દ્રારા લીક કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. જો કે હજુ સુુધી આ અંગે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આ પેપર લીક થયા બાદ પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચાડવાની સિસ્ટમમાં સુધારો કર્યો છે. આગામી પરીક્ષા આ સુધારા સાથે પરીક્ષા લેવાઇ રહી છે. ત્યારે યુનિવર્સિટીનો ફુલ પ્રુફ પ્લાન કેટલો સફળ થાય છે. તે આગામી સમય બતાવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:43 am, Tue, 28 March 23

Next Article