Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર રદ, પૂરક ઉત્તરવહી અપાશે

|

Aug 12, 2021 | 1:50 PM

મીડિયાના અહેવાલ અને વિદ્યાર્થી સંગઠનના વિરોધને જોતા પરીક્ષા નિયામકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને પૂરક ઉત્તરવહી આપવાની સંમતિ દર્શાવી હતી

રાજકોટ(Rajkot) ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી  હતી. આ વખતે વિવાદ  પરીક્ષા વિભાગનો હતો  જેમાં  પરીક્ષા વિભાગ દ્રારા ગત બુધવારના રોજ એક વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં તેમને ઉલ્લેખ કર્યો કે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હશે તેઓ ઉત્તરવહીમાં જગ્યા છોડશે અથવા તો મોટા અક્ષરે લખશે તો તેમને પૂરક ઉત્તરવહી(Supplementry)  આપવામાં નહીં આવે.

આ પરિપત્ર બહાર પડતાની સાથે જ વિવાદ ઊભો થયો હતો.વિદ્યાર્થી સંગઠનો તથા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.મીડિયાના અહેવાલ અને વિદ્યાર્થી સંગઠનના વિરોધને જોતા પરીક્ષા નિયામકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને પૂરક ઉત્તરવહી આપવાની સંમતિ દર્શાવી હતી અને આ અંગે ટૂંક સમયમાં નવો પરિપત્ર બહાર પાડી આપવામાં આવશે તેઓ દાવો કર્યો હતો.

 

પરિપત્ર અંગે એનએસયુઆઇના પ્રમુખ રોહિત રાજપૂતે કહ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી નાનપણથી જે રીતે પરીક્ષા આપતો હોય તે રીત અચાનક બદલી ન શકે જેથી આવા પરિપત્રો અયોગ્ય છે. આ તરફ સેનેટ સભ્ય અને કોંગ્રેસના નેતા નિદત બારોટ પરીક્ષા નિયામક આ પ્રકારના પરિપત્રો બહાર પાડી ન શકે તેઓ દાવો કર્યો હતો અને પરીક્ષાર્થી પેપર કઈ રીતે લખશે તે અંગે કઈ જ દખલગીરી ન કરી શકે એવું કહ્યું હતું. આખા વિવાદને જોતા પરીક્ષા નિયામક નિલેશ સોનીએ પરિપત્ર માં ફેરફાર કર્યો હતો અને ઉત્તરવહી આપવાની બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો : Har Kam Desh Ke Nam: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહી ચુકેલા જહાજ ‘અભિક’ને ભારતીય તટરક્ષક દળે પુનઃસ્થાપિત કર્યું

આ પણ વાંચો : PM Modi : 10 વર્ષની અનિશાએ PM મોદીને ઈ-મેલ કર્યો, અનિશાનાં સવાલ પર વડાપ્રધાન મોદીને પણ હસવુ આવી ગયુ 

Published On - 1:49 pm, Thu, 12 August 21

Next Video