Rajkot: હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ છતાં રહીશોએ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં, જુઓ Video

|

Jun 27, 2023 | 9:15 PM

રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક આવાસ યોજનાઓ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ અપાઈ છે. તેમ છતાં રહીશોએ આવાસ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં છે.

Rajkot: હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ છતાં રહીશોએ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં, જુઓ Video

Follow us on

જામનગરમાં સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસ ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા હતા.ત્યારે રાજકોટમાં પણ ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક આવાસ યોજનાઓ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કેટલાક આવાસો તો 50 વર્ષ જૂના હોવાનું અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં પણ હોવાનું સામે આવ્યું છે.ત્યારે જો ચોમાસામાં કોઈ આવાસો ધરાશાયી થયા તો મનપા વાકમાં ન આવે તે માટે મનપા દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લોકોએ આવાસ ખાલી ન કરતા મનપા દ્વારા નળ અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા

આકાશવાણી ચોક પાસે આવેલા હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસમાં નોટિસ બાદ ખાલી ન કરાતા મનપા દ્વારા તેમના નળ અને ગટર કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેથી પાણી વગર અને ગટરના પાણીનો નિકાલ ન થતાં લોકો આવાસ ખાલી કરી દે. આવાસમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કે તેઓ જાય તો જાય ક્યાં? સરકાર પાસે આવાસના લોકો માગ કરી રહ્યા છે કે તેઓ માટે કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તાત્કાલિક ખાલી કરવાની નોટિસો અપાઇ,લોકોએ કહ્યું અમે ક્યાં જઈએ?

જો કોઈ આવાસ ધરાશાયી થાય તો મનપાનો વાક ન આવે તે માટે મનપા દ્વારા તમામ જર્જરીત આવાસ યોજનાઓમાં નોટિસ આપીને ખાલી કરવાનું જણાવાઈ રહ્યું છે. જેથી કોઈ આવાસ ધરાશાયી થાય તો મનપા પાસે બહાનું હોય કે તેમણે તો ખાલી કરાવવા નોટિસ આપી હતી. અચાનક આવાસ ખાલી કરવાની નોટિસો અપાતા આવાસના ગરીબ લોકો મુસીબતમાં મુકાયા છે અને કહી રહ્યા છે કે તેઓ અચાનક પોતાના મકાન ખાલી કરીને ક્યાં જાય?8 થી 10 હજાર મકાનના ભાડા ચાલી રહ્યા છે.

આ પણ વાંચો  : આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત ભરૂચ, સુરત, વલસાડ. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

આવાસમાં રહેતા મોટા ભાગના લોકો મહિને 10 થી 12 હજાર કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.ત્યારે આવાસના લોકોએ માગ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા મનપા દ્વારા તેઓ માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જુના આવાસોને પાડીને તેની જગ્યાએ નવા આવાસો બનાવવામાં આવે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:34 pm, Tue, 27 June 23

Next Article