Rajkot: મધર્સ ડે પર રાજકોટ પોલીસ દ્વારા વોકાથોનનું આયોજન, પરંપરાગત પોષાકમાં મહિલાઓએ લીધો ભાગ

Rajkot: આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમીત્તે રાજકોટમાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. રાજકોટ પોલીસે મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કર્યુ. જેમા મહિલાઓએ પરંપરાગત બાંધણી અને પટોળા સહિતના પોષાકમાં ભાગ લીધો હતો. પોોલીસ કમિશનરે ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

Rajkot: મધર્સ ડે પર રાજકોટ પોલીસ દ્વારા વોકાથોનનું આયોજન, પરંપરાગત પોષાકમાં મહિલાઓએ લીધો ભાગ
| Edited By: | Updated on: May 14, 2023 | 11:50 PM

વિશ્વભરમાં આજે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી. રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય માતૃદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. જેમા રાજકોટ પોલીસે મહિલાઓ માટે વોકેથોનનું આયોજન કર્યું હતુ. રાજકોટના મહિલા ધારાસભ્ય દર્શિતા શાહ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ફ્લેગઓફ આપી વોકેથોનની શરૂઆત કરાવી હતી. વહેલી સવારે 6:30 વાગ્યે શહેરભરની મહિલાઓ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એકત્ર થઈ. મહિલાઓએ પરંપરાગત પહેરવેશ પટોળા અને બાંધણી સાડી પહેરી વોકેથોનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોની માતાઓએ વિશેષ નૃત્ય રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા.

 મધર્સ ડે નિમીત્તે રાજકોટ પોલીસ દ્વારા વોકાથોનનું આયોજન

આજના દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે આજે રાજકોટ શહેરમાં પણ આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે વોકાથોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું વહેલી સવારે 6:30 વાગ્યે શહેરભરની મહિલાઓ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એકત્ર થઈ હતી. આજે આ મહિલાઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કર્યો હતો. જેમાં પટોળા અને બાંધણી સાડી પહેરી હતી અને પોલીસ હેડ કવાટર ખાતેથી આ વોકાથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે એન.સી.સી. ચોક, કિશાનપરા ચોક, પોલીસ કમિશ્રરની કચેરી, જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન થઈને ફરી પોલીસ હેડકટર ખાતે પૂર્ણ થઇ હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોની માતાઓ દ્વારા વિશેષ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડાન્સ જોઈને કાર્યક્રમમાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો: Gujarati VIdeo: રાજકોટમાં મધર્સ ડેના દિવસે જ કરૂણ ઘટના આવી સામે, ત્રણ દિવસની બાળકીને મુકીને માતા ફરાર 

દિવ્યાંગ બાળકોની માતા માટે ખાસ બગીની કરાઈ વ્યવસ્થા

આ ડાન્સમાં દિવ્યાંગ બાળકોની માતાને પડતી વ્યથાને વાચા આપવામાં આવી હતી. તેમજ એક દિવ્યાંગ બાળક માટે તેમની માતાનું શું મહત્વ હોય છે તે પણ આ ડાન્સ દ્વારા વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટના મહિલા ધારાસભ્ય દર્શિતા શાહ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ તમે પદાધિકારીઓ દ્વારા વોકાથોનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યુ હતું. આ વોકાથોનમાં દિવ્યાંગ બાળકોની માતા માટે સ્પેશિયલ ઘોડાગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોની માતાઓ બગીમાં સવાર થઈ હતી. આ રેલીમાં મહિલા પોલીસકર્મીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

ઈનપુટ ક્રેડિટ- રોનક મજિઠિયા- રાજકોટ

ગુજરાત સહિત રાજકોટ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો