Rajkot શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાથી શહેરીજનોને ગરમીથી રાહત, ખેડૂતોને આફત

|

Apr 28, 2023 | 9:59 PM

રાજકોટ શહેરના કેટલાક વિસ્તારો અને જિલ્લાના ગામોમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદથી શહેરી વિસ્તારમાં લોકોને જરૂરથી ગરમીથી રાહત મળી છે

Rajkot  શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાથી શહેરીજનોને ગરમીથી રાહત, ખેડૂતોને આફત

Follow us on

રાજ્યમાં વખતે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં  રાજ્યમાં  અવાર નવાર માવઠું પડયું છે અને ફરી એક વાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી સાચી પડતા રાજકોટ,કચ્છ,અમરેલી, મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.

રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું

રાજકોટ શહેરના કેટલાક વિસ્તારો અને જિલ્લાના ગામોમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદથી શહેરી વિસ્તારમાં લોકોને જરૂરથી ગરમીથી રાહત મળી છે.   પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત રૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Gujarati Video: વડોદારમાં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર ! VMCને આવી રીતે સ્વચ્છતામાં રેન્કિંગ મળશે?

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

કેરી,તલ અને મગના પાકને થઈ શકે છે નુકસાન

કમોસમી વરસાદના કારણે શહેરીજનો ક્યાંક કાળઝાળ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે તો બીજી તરફ આ જ વરસાદ ખેડૂતો માટે ચિંતન વાદળો લઈને આવ્યો છે.કારણ કે જો વધુ વરસાદ પડે તો તેમની મહેનત પર પાણી ફરી વળે તેમ છે. કમોસમી વરસાદની સૌથી વધુ અસર કેરીના પાક ઉપર પડી છે.

જો જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વધુ વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે તલ અને મગ જેવા પાકને પણ નુકસાન થવાની શકયતા રહેલી છે. જેથી લોકો અને ખાસ કરીને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે કમોસમી વરસાદનો સિલસિલો બંધ થાય.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીને કોઈ નુકસાન નહિ

આ વર્ષે 4-4 વાર માવઠું પડ્યું છે.આ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાક અને માર્કેટિંગ યાર્ડમાં પડેલા પાકને અનેક વખત નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.ત્યારે તેમાંથી સીખ લઈને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ઘઉં અને ચણાની આવક બંધ કરી હતી અને અન્ય પાકોની ટોકન દ્વારા જ આવક ચાલુ રાખી હતી.જેથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં કોઈ જણસી પડી નહોતી. જેથી જણસીમાં કોઈ નુકસાન પહોચ્યું નથી.

જિલ્લા ખેતીવાડી વિભાગની ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુતોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લઇ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. છે કે   29 એપ્રિલ સુધી રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ ખુલ્લા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લોવો.

પાકને પ્લાસ્ટિક-તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાંકી દેવો  અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું,  જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો અને ખાતર-બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…