Rajkot : R.K. ગ્રુપ સામે આવકવેરા વિભાગની તપાસ તેજ, 350 કરોડથી વધુના આર્થિક વ્યવહારો ઝડપાયા

|

Sep 03, 2021 | 11:53 AM

રાજકોટના આર.કે. ગ્રુપ સામે આવકવેરા વિભાગે તપાસ તેજ કરી છે. આર.કે. ગ્રુપના સીઝ કરેલા 25 બેન્ક લૉકર ખોલીને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી 350 કરોડથી વધુના આર્થિક વ્યવહારો ઝડપાઈ ચૂક્યા છે.

રાજકોટના આર.કે. ગ્રુપ સામે આવકવેરા વિભાગે તપાસ તેજ કરી છે. આર.કે. ગ્રુપના સીઝ કરેલા 25 બેન્ક લૉકર ખોલીને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી 350 કરોડથી વધુના આર્થિક વ્યવહારો ઝડપાઈ ચૂક્યા છે. હવે બેન્ક લૉકર ખુલ્યા બાદ વધુ મત્તા હાથ લાગે તેવી સંભાવના છે.

મહત્વનું છે કે રાજકોટમાં જન્માષ્ટમી પૂર્વે આર.કે.ગ્રુપ પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. તપાસના અંતે ત્યાંથી 350 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો અને રૂપિયા 144 કરોડના રોકડના વ્યવહારો ખુલ્યા છે. જોકે આ ટેક્સ ચોરીનો આંક હવે વધવાની શક્યતા છે. તપાસ દરમિયાન સીઝ કરેલા બેન્ક લૉકર ખોલવામાં આવશે. જેમાંથી ટેક્સચોરીના દસ્તાવેજો, રોકડ, સોનું વગેરે મળવાની સંભાવના છે. કુલ 25 બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આર.કે ગ્રુપ સાથે માલ-મિલકતની ખરીદી કરનાર અને વેચાણ કરનાર રોકાણકાર, બિલ્ડર, કોન્ટ્રાક્ટર, વેપારીઓનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તેને ત્યાં પણ તપાસ કરવામાં આવશે. જ્યારે કબજે કરાયેલા દસ્તાવેજો, સાહિત્ય વગેરેની ચકાસણી માટે એક વર્ષ પણ ઓછું પડે તેવી પરિસ્થિતિ છે.

સર્ચ ઓપરશેનની કામગીરી પૂરી થયા બાદ રાજકોટ આવકવેરા વિભાગે આર.કે. ગ્રુપના માલિકોની પૂછપરછ કરીને તેના નિવેદન લીધા હતા. કુલ ચાલીસથી વધુ સ્થળે તપાસ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષનું આ સૈથી મોટું સર્ચ ઓપરેશન મનાઈ રહ્યું છે. બેન્ક લોકર ખુલ્યા બાદ ટેક્સચોરીનો આંક વધવાની શક્યતા વર્તાઈ રહી છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રાથમિક તબક્કામાં ડિજિટલ ડેટા અને ડાયરીની ચકાસણી થઈ ગઈ છે. જ્યારે અન્ય દસ્તાવેજોની ચકાસણી હવે કરાશે.

Next Video