અસામાજિક તત્વોને રોકવા રાજકોટ પોલીસ એક્શનમાં, આખી રાત કોમ્બિંગ કરી અસામાજીક તત્વોને ઝબ્બે કર્યા

|

Feb 27, 2023 | 3:54 PM

રાજકોટમાં (Rajkot) છેલ્લા કેટલાક દિવસોમાં અસામાજિક તત્વોના આતંકની અસંખ્ય ઘટનાઓ સામે આવી છે. આ તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે.

અસામાજિક તત્વોને રોકવા રાજકોટ પોલીસ એક્શનમાં, આખી રાત કોમ્બિંગ કરી અસામાજીક તત્વોને ઝબ્બે કર્યા

Follow us on

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. આ તત્વોના દરરોજ અલગ અલગ વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. કોઈ વિદેશી દારૂ સાથે વિડીયો બનાવે છે તો કોઈ ગેરકાયદે હથિયાર સાથે સોશિયલ મીડિયા પર રોફ જમાવે છે. તો વળી કોઈ અસામાજિક તત્વો રસ્તે જતા લોકોને પરેશાન કરે છે અને તેમની સાથે મારામારી કરે છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવી અસંખ્ય ઘટનાઓ સામે આવી છે. આ તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ તત્વોએ છેલ્લા કેટલાક દિવસથી પોલીસની પણ ઊંઘ હરામ કરી દીધી છે. ત્યારે પોલીસ પણ આ તત્વો સામે હવે મેદાને ઉતરી છે.

પોલીસની ટીમે શહેરભરમાં આખી રાત કર્યું કોમ્બિંગ

અસામાજિક તત્વોને બાનમાં લેવા ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસની અલગ અલગ ટીમોએ શહેરભરમાં આખી રાત કોમ્બિંગ કર્યું હતું. જેમાં પોલીસે રોમિયોગીરી કરતા, દારૂ પીધેલા, સ્ટંટબાજી કરતા તત્વોને ટાર્ગેટ કર્યા હતા. આ ચેકિંગ દરમિયાન 65 જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેની સામે પોલીસે પ્રોહીબિશનના કેસ કર્યા છે. 45 જેટલા વાહનો ડિટેઇન કર્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રીઢા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવી અપાઈ ચેતવણી

અસામાજિક તત્વોના જે વિડીયો વાયરલ થઇ રહ્યા છે, તેમાંથી મોટાભાગના તત્વો અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલા હોય, ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવા લોકો છે. પોલીસે આ તમામ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે એકઠા કરી ચેતવણી આપી છે. આ લોકોના ફોટા અને ફોન નંબર અપડેટ કરી શહેરના તમામ પોલીસ સ્ટેશન સાથે શેર કરવામાં આવ્યા છે. જેથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈ શખ્સોમાંથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરે તો તેને જલ્દીથી ઝડપી શકાય. આ ઉપરાંત જો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ફરીથી અસામાજિક પ્રવૃત્તિમાં ઝડપાય તો તેની વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવા પોલીસે તૈયારી બનાવી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો, રસ્તે જઈ રહેલા લોકોને પરેશાન કરવા, સોશીયલ મીડિયા પર દારૂ અને હથિયારના વિડીયો બનાવી રૌફ જમાવવાની ઘટનાઓ સામે આવી છે. જેથી આવા શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની રાજકોટ વાસીઓની માગ ઉઠી છે.

Next Article