Rajkot : અસામાજિક તત્વો પર સકંજો કસવા રાજકોટ પોલીસે બનાવ્યો એકશન પ્લાન, પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા

|

Feb 22, 2023 | 11:27 AM

રાજકોટ (Rajkot) પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં હવે શહેરના દરેક વિસ્તારના પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમના નંબર જાહેર જનતાને આપવામાં આવશે.

Rajkot : અસામાજિક તત્વો પર સકંજો કસવા રાજકોટ પોલીસે બનાવ્યો એકશન પ્લાન, પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા

Follow us on

રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી જાહેર રસ્તા પર અસામાજિક પ્રવૃતિ કરીને લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સામાં વધારો થયો છે. વિડીયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને પાઠ ભણાવવામાં આવ્યા છે, જો કે આવા કિસ્સાઓને અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં હવે શહેરના દરેક વિસ્તારના પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમના નંબર જાહેર જનતાને આપવામાં આવશે.

પોલીસના નંબર ડિસપ્લે કરાશે, માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે-CP

આ અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મિડીયાને માહિતી આપતા કહ્યું હતું કે, શહેરમાં થોડા દિવસોમાં મિડીયાના માધ્યમથી કેટલાક વિડીયો વાયરલ થયા હોવાની માહિતી મળી હતી. આવા કિસ્સાઓમાં પોલીસે તાત્કાલિક આવા તત્વોને પકડી પાડ્યા હતા. જો કે આવા કિસ્સાઓને અટકાવવાના હેતુથી પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં શહેરમાં દરેક વિસ્તારોમાં પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમના નંબર જાહેર જનતા માટે ડિસપ્લે કરવામાં આવશે.

લોકોમાં જાગૃતિ લાવવાનો હેતુ

આ એક્શન પ્લાનથી આવા વિસ્તારોમાં ક્યાંય અસામાજિક પ્રવૃતિ થતી હોય તો તેની સીધી જ માહિતી પોલીસને મળી શકે. જાહેર જનતા દ્વારા મળતી ફરિયાદો પર તાત્કાલિક એકશન લેવામાં આવશે. સાથે સાથે માહિતી આપનાર વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. આ કાર્યવાહીનો હેતુ લોકો અસામાજિક તત્વો સામે જાગૃત થાય અને આવા લોકો સામે કાર્યવાહી કરવાનો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

માલવિયનગર વિસ્તારમાં પોલીસે કર્યુ ફુટ પેટ્રોલિંગ

રાજકોટ શહેરમાં માલવિયનગર વિસ્તારમાં થોડા દિવસોમાં જ બે અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં જાહેરમાં કેક કટિંગ કરતો વિડીયો આવ્યો હતો. જ્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોને માર માર્યો અને કારના કાચ તોડ્યા હતા. ત્યારે લોકોમાંથી આવા તત્વો પ્રત્યેનો ડર દુર થાય અને પોલીસનો વિશ્વાસ સંપાદિત થાય તે માટે આ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જોઇન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા,ડીસીપી સુધીરકુમાર દેસાઇ,એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ જોડાયા હતા અને સામાન્ય માણસને ત્યાં પડતી મુશ્કેલીઓ અને તેના સૂચનો માંગવામાં આવ્યા હતા.

Next Article