Rajkot : PM Modi કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ,જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઈને પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.આ બંદોબસ્તમાં પોલીસ કમિશનર,4 ડીસીપી,5 એસપી,18 એસીપી,60 પીઆઈ 169 પીઆઈ સહિત કુલ 3019 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
PM Modi Gujarat Visit Rajkot Lokarpan
Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)27 જુલાઇના રોજ રાજકોટ આવી રહ્યા છે.ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આવતીકાલે તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ તેઓ આપવા જઈ રહ્યા છે.આવતીકાલે તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવા જઈ રહ્યા છે.આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે.
આવતીકાલે બપોરે પીએમ મોદી રાજકોટ આવી પહોંચશે અને તેમનું વિમાન હિરાસર ખાતે નવનિર્મિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થશે.ત્યારે પીએમ મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ મુજબ છે.
વડાપ્રધાન મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
- 3.10 PM- હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન
- 3.15 PM-બાયરોડ એરપોર્ટ ટર્મીનલ બિલ્ડીંગ પર પહોંચશે
- 3.15 થી 3.30 PM- એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે
- 3.40 PM -ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે
- 3.45 PM -રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ આવવા રવાના થશે
- 4.05 PM -રાજકોટ એરપોર્ટ પર આગમન
- 4.10 PM -રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે
- 4.15 PM -રેસકોર્ષ સભાસ્થળ પર આગમન
- 4.15 થી 5.30 PM- રેસકોર્ષ ગ્રાઉન્ડથી KKV ચોક ઓવરબ્રિજ અને સૌની યોજનાનું લોકાર્પણ અને જનસભા સંબોધશે
- 5.30 PM -રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે
- 5.40 PM -રાજકોટ એરપોર્ટથી બોઈંગમાં અમદાવાદ જવા રવાના થશે
- 6.30 PM -અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 3 હજાર પોલીસકર્મીઓ રહેશે ખડેપગે
વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઈને પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.આ બંદોબસ્તમાં પોલીસ કમિશનર,4 ડીસીપી,5 એસપી,18 એસીપી,60 પીઆઈ 169 પીઆઈ સહિત કુલ 3019 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:30 pm, Wed, 26 July 23