Rajkot: લોકમેળામાં લોકોને રાઇડ્સના વધુ રૂપિયા નહીં ચૂકવવા પડે, રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલાઇ

|

Aug 06, 2022 | 12:49 PM

રાજકોટમાં (Rajkot) આ વર્ષે પણ ધામધૂમથી લોકમેળો યોજવા જઇ રહ્યો છે. જો કે મેળા પહેલા છેલ્લા કેટલાક દિવસથી યાંત્રિક રાઇડ્સના સંચાલકો અને જિલ્લા તંત્ર વચ્ચે રાઇડ્સના ભાવવધારાની માગ કરવામાં આવી હતી.

Rajkot: લોકમેળામાં લોકોને રાઇડ્સના વધુ રૂપિયા નહીં ચૂકવવા પડે, રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલાઇ
રાજકોટનો લોકમેળો (ફાઇલ તસવીર)

Follow us on

રાજકોટવાસીઓને (Rajkot) રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં હવે રાઇડ્સના વધુ ભાવ નહીં ચૂકવવા પડે, કારણકે લોકમેળામાં (Fair) રાઇડ્સના (rides) ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. લોકોમેળમાં રાઇડ્સના ભાવ વધારાને લઇ રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે મડાગાંઠ ચાલી રહી હતી જેનો ઉકેલ આવી ગયો છે. એટલે કે હવે મેળામાં રાઇડ્સના ભાવમાં કોઇ વધારો કરવામાં નહીં આવે. તો બીજી તરફ વહીવટી તંત્રએ 28 પ્લોટની હરાજી પૂર્ણ કરી છે. જ્યારે અન્ય બાકીના 16 પ્લોટની આજે હરાજી થશે.

રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે સમાધાન

રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમનો લોકમેળો યોજાતો હોય છે. ત્યારે આ વર્ષે પણ ધામધૂમથી લોકમેળો યોજવા જઇ રહ્યો છે. જો કે મેળા પહેલા છેલ્લા કેટલાક દિવસથી યાંત્રિક રાઇડ્સના સંચાલકો અને જિલ્લા તંત્ર વચ્ચે રાઇડ્સના ભાવવધારાની માગ કરવામાં આવી હતી. રાઇડ્સ સંચાલકો અને જિલ્લા તંત્ર વચ્ચે મડાગાંઠના કારણે પ્લોટની હરાજી અટકી પડી હતી. વહીવટી તંત્રએ ભાવવધારાને અયોગ્ય ગણાવ્યો હતો. જો કે યાંત્રિક રાઇડ્સના સંચાલકો ભાવવધારાની માગ સાથે મક્કમ હતા. જો કે હવે રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે સમાધાન થઇ ગયુ છે. જેના પગલે હવે મેળામાં રાઇડ્સના ભાવમાં વધારો કરવામાં નહીં આવે. આ સાથે જ અન્ય બાકીના 16 પ્લોટની હરાજી આજથી શરુ થઇ જશે.

રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાશે

આ મેળો રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાવાનો છે. તૈયારીઓના ભાગરૂપે આગામી સમયમાં હજુ વધુ બેઠકો યોજાવાની છે. આગામી સમયમાં સ્ટોલ માટેના ફોર્મ વિતરણ પણ કરવામાં આવશે. દર વર્ષે મેળાને એક અલગ નામ આપવામાં આવતું હોય છે. જેના માટે સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. તેમજ ફાયર સેફ્ટી, પાર્કિંગ નિયમન વગેરે માટે વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેને લઈને આગામી બેઠકોમાં નિર્ણય લેવાશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે આ મેળો

રંગીલા રાજકોટની પ્રજા પણ રંગીલી અને ઉત્સવપ્રિય છે. તેમજ દરેક તહેવાર ધામ-ધુમથી ઉજવે છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકમેળો યોજાય છે. પરંતુ રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. લાખો લોકોની મેદની આ લોકોમેળામાં આવે છે. લાખો લોકોને રોજગારી મળે છે. લોકોમેળો ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.

Next Article