Rajkot : જેતપુરમાં ભૂગર્ભ ગટરનો ટેક્સ વધારાનો વિરોધ, 10 લોકોની અટકાયત

|

Jul 12, 2021 | 2:31 PM

જેતપુરમાં ભૂગર્ભ ગટરનો ટેક્સ વધારવામાં આવ્યો છે. જેથી જેતપુરવાસીઓમાં ટેક્સ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Rajkot : જિલ્લાના જેતપુરમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનો ટેક્સ વધારવામાં આવ્યો છે. નગરપાલિકાએ 1000 રૂપિયા ટેક્સ અને ભૂગર્ભ ગટર કનેકશન ચાર્જ 1200 એમ કુલ 2200 રૂપિયા કરી નાંખવામાં આવ્યો છે. જેથી જેતપુરવાસીઓમાં ટેક્સ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જેતપુર શહેર વિકાસ સમિતિના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પોલીસે શહેર વિકાસ સમિતિના આગેવાન મનોજ પારધી સહીત 10થી વધુ લોકોની અટકાયત કરી છે. નોંધનીય છેકે શહેર વિકાસ સમિતિના આગેવાનો ટેક્સને રદ કરવાની માગ કરી રહ્યાં છે.  હાલ તો શહેરમાં વિકાસ સમિતિના આગેવાનોની અટકાયત મામલે લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે.

 

Published On - 2:30 pm, Mon, 12 July 21

Next Video