Rajkot: વધુ એક માસૂમ પીંખાઇ, મિત્રની જ સગીર દીકરી સાથે હવસખોરે આચર્યું દુષ્કર્મ

Rajkot: શહેરમાં વધુ એક માસુમ દુષ્કર્મનો ભોગ બની છે. નરાધમ શખ્સે પોતાના જ મિત્રની સગીર દીકરી પર નજર બગાડી તેને પોતાની હવસનો શિકાર બનાવી. વિધર્મી શખ્સે મિત્રની જ સગી દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાનુ ફરિયાદ નોંધાઈ છે.

Rajkot: વધુ એક માસૂમ પીંખાઇ, મિત્રની જ સગીર દીકરી સાથે હવસખોરે આચર્યું દુષ્કર્મ
વિધર્મી શખ્સે મિત્રની સગીર દીકરી સાથે આચર્યુ દુષ્કર્મ
| Edited By: | Updated on: Apr 11, 2023 | 3:19 PM

છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ સાથે દુષ્કૃત્યના કેસ સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક સગીરા હૈવાનની હવસનો શિકાર બની છે. જેમાં વિધર્મી શખ્સે પોતાના જ મિત્રની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચાવી આપવાના બહાને સગીરાને ઘરે બોલાવી

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝનકાંતે સમગ્ર બનાવ અંગે tv9 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી પીડિત સગીરાના પિતાનો મિત્ર છે એક બીજાના ઘરે આવવાના સંબંધ છે. રફીક આરબ નામના આરોપીએ સગીરાના ઘરે ફોન કર્યો જે સગીરાએ ઉપાડયો. સગીરાએ ફોન ઉપાડતાં આરોપીએ કહ્યું કે તે તેની ટુ વ્હીલરની ચાવી ભૂલી ગયો છે તે આપી જા ને. સગીરા આરોપી રફીક આરબના ઘરે ચાવી આપવા જાય છે. આરોપીના ઘરે કોઈ ન હોવાથી તેની દાનત બગડી અને દરવાજો બંધ કરી સગીરાના મોઢે ડુમો દઈને તેની સાથે આચર્યું દુષ્કર્મ.

પેટમાં દુ:ખાવો થતા સગીરાને હોસ્પિટલ લઈ જવાઈ

સગીરા ઘરે આવ્યા બાદ તેને પેટમાં દુખાવો ઉપડતાં તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં સગીરાએ તેના માતા પિતાને તેની સાથે જે બન્યું તે જણાવ્યું હતું. સગીરાના માતા પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરતા તેની ઓફીસે પહોંચી આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. પહેલા તો આરોપી આ સમગ્ર ઘટનાથી અજાણ છે અને પોતે કંઈ જ કર્યું નથી તેવું બતાવવાનો પ્રયાસ કરતો હતો પણ પોલીસે આરોપીની ઉલટ તપાસ કરતા આખરે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Rajkot : 21 દિવસમાં 24થી વધારે લૂંટને અંજામ આપનારી રિક્ષા ગેંગને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, વાંચો શું હતી મોડેસ ઓપરેન્ડી

થોડા દિવસ પહેલા જ સગા મામાએ સગીરા સાથે કર્યા હતા અડપલા

થોડા દિવસ પહેલા પણ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા સાથે પોતાના જ સગા મામાએ શારીરિક અડપલા કર્યા હતા. સગીરાએ તેની દાદીને વાત કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં સગીરાઓ અને બાળકીઓ સાથે આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં માસૂમ સાથે તેના કોઈ પરિચિત એ જ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવતું હોય છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ માટે જરૂરથી ચિંતાજનક છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…