Rajkot: વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે નવી ભેટ, PM નરેન્દ્ર મોદી 27મીએ વિશાળ લાઈબ્રેરીનું કરશે લોકાર્પણ

|

Jul 25, 2023 | 7:59 PM

Rajkot: વાંચવાના શોખીન એવા રાજકોટિયન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી ભેટ આપવા જઈ રહ્યા છે. 27મી જૂલાઈએ પીએમ મોદી રાજકોટમાં વિશાળ લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. 8.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ લાઈબ્રેરીમાં 33 હજારથી વધુ પુસ્તકો છે અને બાળકો માટે વિવિધ રમકડા તથા ડિજિટલ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે.

Rajkot: વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે નવી ભેટ, PM નરેન્દ્ર મોદી 27મીએ વિશાળ લાઈબ્રેરીનું કરશે લોકાર્પણ

Follow us on

Rajkot: રાજકોટના વાંચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટના વોર્ડ નંબર 6માં નિર્મીત અદ્યતન લાઈબ્રેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જૂલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. 8.39 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લાઈબ્રેરી ત્રણ માળમાં ફેલાયેલી છે.

જેમા વાંચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે કલા, સાહિત્યલક્ષી પ્રવૃતિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 6માં ગોવિંદબાગ પાસે 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યુ છે.

UPSC, GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની સુવિધા ઉપલબ્ધ

આ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્ત્રો, વિવિધ ભાષાઓ, ટેક્નોલૉજી, વિજ્ઞાન વગેરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો, દિવ્યાંગોના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો મળીને 33 હજાર જેટલા પુસ્તકો છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ સાથે ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે. વિદ્યાર્થીઓ-યુવાનો સિવિલ સેવા તેમજ સરકારી સેવામાં જોડાવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે અહીં યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. તથા અન્ય ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની વ્યવસ્થા નિર્માણ કરાઈ છે.

વિવિઝ વાંચન સામગ્રી, આરોગ્ય વિષયક વિવિધ 200 જેવા મેગેઝીન અને 20 વર્તમાનપત્રો વાંચવા મળશે

બહેનો, બાળકો તથા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી વિવિધ વાચન સામગ્રી, એજ્યુકેશનલ જનરલ નોલેજ, જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, જ્યોતિષ, ધર્મ, પઝલ્સ, યોગ તથા આરોગ્ય વિષયક વિવિધ 200 જેવા મેગેઝીન તથા20 જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે. અહીં ઈ-લાઇબ્રેરી, વાઇફાઇ સેવાઓ, ઓનલાઇન પબ્લિક એક્સેસ, કરંટ એક્સેસ સર્વિસ, રેડી રેફરન્સ સર્વિસ, જનરલ વાંચનાલય, વિદ્યાર્થી વાંચનાલય, મેગેઝીન ક્લબ સેવા, ઝેરોક્ષની સુવિધા, ડિજિટલ લાયબ્રેરી સેવા, ઇન્ટરનેટ સર્ચ જેવી સેવાઓ પણ મળશે.

આ પણ વાંચો : Rajkot : લો બોલો ! શિફ્ટ પૂરી થતાં પાયલોટે ફ્લાઇટ ટેકઓફ કરવાની ના પાડી…2 સાંસદ સહિત 100 મુસાફરો અટવાયા, જુઓ Video

બાળકોની કલ્પનાશક્તિ વિકસે તે માટે 1900થી વધુ પઝલ્સ અને રમકડાનો ખજાનો

બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય, તે માટે વિવિધતાસભર બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, વુડન તેમજ સોલ્યુશન વગેરે પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા 1900થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે. લાયબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે.

બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસવામાં આવશે. જાહેરજનતા આ લાયબ્રેરીનો લાભ સોમવારથી શનિવાર સવારે 9 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી તથા રવિવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લઈ શકશે.

 

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Tue, 25 July 23

Next Article