Rajkot : ખેડૂતો પર કુદરત રૂઠી ! જામકંડોરણાના ભાદરા ગામમાં ખેડૂતોની માઠી દશા

|

Aug 01, 2021 | 8:55 PM

જામકંડોરણા પંથકના ખેડૂતો પર કુદરત અને સરકાર બંને એકસાથે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો.

Rajkot : જિલ્લાના જામકંડોરણા પંથકના ખેડૂતો પર કુદરત અને સરકાર બંને એકસાથે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. તો બીજીબાજુ લોકડાઉન જેવી આફત આવતા ખેડૂતોના પાકને પુરતો ભાવ ન મળ્યો. તો આ વર્ષે વરસાદ ખેંચાતા જગતનો તાત ફરી એક વાર મુંઝવણમાં મુકાયો છે. ત્યારે જામકંડોરણા પંથકના ખેડૂતો હવે આકાશી આને માનવ સર્જિત આફતોથી આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. જામકંડોરણાના ભાદરા ગામમાં શાકભાજીની ખેતીમાં અનિયમિત ઉતારો આવતા પાક બગડી રહ્યો છે. અને પાકના પૂરતા ભાવ ન મળતા ખેડુતો શાકભાજી રસ્તા વચ્ચે ફેંકવા મજબૂર થયા છે. આવામાં સરકાર પણ ખેડુતોને કોઈ આર્થીક મદદ કરે તેવી લોકો માંગણી કરી રહ્યો છે.

 

Published On - 8:53 pm, Sun, 1 August 21

Next Video