Rajkot: ભુગર્ભ ગટરમાં શ્રમિકના મોત અંગે રાષ્ટ્રીય સફાઇ આયોગના વેધક સવાલ, પૂછ્યું શું મનપાની કોઇ જવાબદારી નહિ ?

|

Mar 23, 2023 | 11:01 PM

રાષ્ટ્રીય કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે કહ્યું હતું કે આ ઘટના ખુબ જ ગંભીર છે કોન્ટ્રાક્ટમાં મશીનરીનો ઉલ્લેખ હોવા છતા શ્રમિકને ભુગર્ભ ગટરની અંદર ઉતરવાની ફરજ શા માટે પડી તે એક મોટો સવાલ છે.શું મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ આપી દે એટલે તેઓની જવાબદારી પૂર્ણ થઇ જાય છે.

Rajkot: ભુગર્ભ ગટરમાં શ્રમિકના મોત અંગે રાષ્ટ્રીય સફાઇ આયોગના વેધક સવાલ, પૂછ્યું શું મનપાની કોઇ જવાબદારી નહિ ?
Rajkot Worker Death

Follow us on

રાજકોટના સમ્રાટ મેઇન રોડ પર ભુગર્ભ ગટર સાફ કરતા સમયે કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે આજે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મંડળના ઉપાધ્યક્ષ અંજના પવાર રાજકોટની મુલાકાતે આવ્યા હતા.રાજકોટમાં અંજના પવારે  જિલ્લા કલેક્ટર,મ્યુનિસિપલ કમિશનર,પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને આ ઘટના સાથે જોડાયેલા અધિકારીઓ અને વાલ્મિકી સમાજના લોકો સાથે બેઠક કરી હતી અને ઘટનાની સમિક્ષા કરી હતી.અંજના પવારે આ ઘટના કઇ રીતે બની અને તેના જવાબદાર કોણ છે તે અંગે માહિતી મેળવીને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા

કોન્ટ્રાક્ટ આપ્યો એટલે મનપા જવાબદારીમાંથી છટકી ન શકે-આયોગ

આ અંગે રાષ્ટ્રીય કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે કહ્યું હતું કે આ ઘટના ખુબ જ ગંભીર છે કોન્ટ્રાક્ટમાં મશીનરીનો ઉલ્લેખ હોવા છતા શ્રમિકને ભુગર્ભ ગટરની અંદર ઉતરવાની ફરજ શા માટે પડી તે એક મોટો સવાલ છે.શું મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ આપી દે એટલે તેઓની જવાબદારી પૂર્ણ થઇ જાય છે.મહાનગરપાલિકાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પણ તેનું મોનિટરીંગ કરવું જોઇએ.આ કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.આવી ઘટના તો જ અટકશે જો જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.

રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષે પરિવારજનો સાથે મુલાકાત કરી

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવાર પોતાની મુલાકાત દરમિયાન ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.ઘટના કઇ રીતે બની અને ક્યાં સંજોગોમાં બની તેની સમિક્ષા કરી હતી ત્યારબાદ તેઓ મૃતક શ્રમિકના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા,જ્યાં મૃતક શ્રમિક મેહુલના માતાને સાંત્વના આપી હતી અને 10 લાખનો ચેક આપ્યો હતો સાથે સાથે એટ્રોસિટી એક્ટ અંતર્ગત મળવા પાત્ર સહાયની પણ જાહેરાત કરી હતી.સફાઇ કર્મચારી આયોગના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષે સફાઇ કર્મચારીઓને પોતાની કામગીરી સમયે તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવા અને જરૂરી સાઘન સામગ્રીનો ઉપયોગ કરવાની તાકિદ કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચો : Gujarat માં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 6.23 લાખ લાભાર્થીઓને રૂપિયા 1970 કરોડની લોન અપાઈ

Next Article