Rajkot : દૂધના ભાવ બે રૂપિયા વધતા દહીં અને મીઠાઈના ભાવમાં વધારો થયો

|

Jul 01, 2021 | 1:36 PM

રાજકોટમાં હાલમાં દૂધનો ભાવ 1 લિટરના 50 રૂપિયાથી 56 રૂપિયા છે, જેમાં હવે બે રૂપિયાનો વધારો થશે. દૂધના ભાવ વધારાથી નજીકના દિવસોમાં ચાની ચૂસકી પણ હવે મોંઘી પડશે.

અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યા બાદ રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં (Milk Price) બે રૂપિયાનો વધારો કર્યો છે. રાજકોટની 550 જેટલી ખાનગી ડેરીઓમાં આજથી આ ભાવ વધારો લાગુ થઈ જશે દૂધના ભાવની સાથે સાથે દહીંના ભાવમાં પણ કિલોએ પાંચ રૂપિયાનો જ્યારે મીઠાઈના ભાવમાં પણ કિલોએ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યું છે.

ડેરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ વી. પી. વૈષ્ણવના કહેવા પ્રમાણે ખોળ કપાસ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવ માં વધારો થતાં ન છૂટકે આ ભાવ વધારો કરવો પડ્યો છે. રાજકોટમાં દૈનિક સવા બે લાખ લીટર દૂધનું વેચાણ થાય છે અને રાજકોટના ખાનગી ડેરીના સંચાલકો પશુપાલકોને સારો ભાવ આપે છે.

રાજકોટમાં હાલમાં દૂધનો ભાવ 1 લિટરના 50 રૂપિયાથી 56 રૂપિયા છે, જેમાં હવે બે રૂપિયાનો વધારો થશે. દૂધના ભાવ વધારાથી નજીકના દિવસોમાં ચાની ચૂસકી પણ હવે મોંઘી પડશે.

Next Video