Rajkot: બાળકોના માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, બાળકના નાકમાં ઊંડે ઉતરી ગયો મેટલનો બોલ્ટ, પછી શું થયુ જુઓ આ વીડિયોમાં

|

Jan 06, 2022 | 8:26 AM

રાજકોટમાં એક નાના બાળકે રમતા રમતા નાકમાં મેટલનો બોલ્ટ નાખી દીધો અને તે નાકમાં ઊંડે ફસાઇ ગયો. આ વાતની જાણ થતા જ બાળકના માતા-પિતાના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

Rajkot: બાળકોના માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, બાળકના નાકમાં ઊંડે ઉતરી ગયો મેટલનો બોલ્ટ, પછી શું થયુ જુઓ આ વીડિયોમાં
બાળકના નાકમાં ફસાયો મેટલ બોલ્ટ

Follow us on

નાના બાળકોના માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ (Rajkot)માં એક નાના બાળકે રમતા રમતા નાકમાં મેટલનો બોલ્ટ (Metal bolt) નાખી દીધો અને તે નાક (Nose)માં ઊંડે ફસાઈ ગયો. આ વાતની જાણ થતાં જ બાળકના માતા-પિતાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને માતા-પિતા બાળકને લઈને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) દોડતા થઈ ગયા હતા.

રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડૉ. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં એક અજીબ કેસ સામે આવ્યો હતો. હોસ્પિટલમાં 4 વર્ષના બાળકને લઈને માતા-પિતા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બાળકના નાકમાં મેટલનો બોલ્ટ ફસાઈ ગયો હતો. નાકની અંદરની જગ્યા સાંકળી હોવાથી ડોક્ટર માટે આ બોલ્ટને કાઢવો એક પડકાર બની ગયો હતો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

શું હતી સમગ્ર ઘટના?

રાજકોટના જ રહેવાસી મનોજભાઈ જોશીના 4 વર્ષના પુત્રએ ઘરમાં રમતા રમતા એક મેટલનો બોલ્ટ નાકમાં નાખી દીધો હતો. નાના બાળકના નાક કરતા સાઈઝમાં મોટો એવો મેટલનો બોલ્ટ નાકમાં ઊંડે સુધી ફસાઈ ગયો હતો. માતા-પિતા બાળકને લઈને તાત્કાલિક રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડૉ. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ પહોંચી ગયા હતા.

નાકની સાંકળી જગ્યામાંથી બોલ્ડને કાઢવો મુશ્કેલ હતો. જો કે ડૉ. હિમાંશુ ઠક્કરે ખૂબ જ કુનેહ પૂર્વક 4 વર્ષના બાળકના નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલના બોલ્ટને ગણતરીની મિનિટોમાં કાઢી દીધો. ડૉ. હિમાંશુ ઠક્કરે ઓપરેશન કર્યા વગર જ માત્ર દૂરબીનની મદદથી બાળકના નાકમાંથી મેટલનો બોલ્ટ કાઢી તેને બચાવી લીધો હતો.

ડૉક્ટર સામે આ પડકાર હતો

વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉંમર માત્ર 4 વર્ષ હતી અને બોલ્ટની સાઈઝ નાકના છિદ્ર કરતા મોટી હતી. જેથી બોલ્ટને કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળી શકવાની અથવા તો મેટલનો બોલ્ટ નાકમાં પાછળ સરકીને ગળામાં ઉતરી અન્નનળી કે શ્વાસનળીમાં ફસાઈ જાય તેવુ જોખમ પણ હતુ.

જો આવુ થાત તો બાળક માટે તો જીવનું જોખમ ઉભુ થઈ જાત. જો કે આ વિકટ પરિસ્થિતિમાં પણ ડૉ.હિમાંશુ ઠક્કરે ખૂબ જ કાળજી પૂર્વક મેટલનો બોલ્ટ બાળકના નાકમાંથી થોડી જ મિનિટોમાં કાઢી આપ્યો હતો. બાળકને નવજીવન મળતા બાળકના માતા-પિતાએ ડૉ. હિમાંશુ ઠક્કરનો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો.

જો કે આ કિસ્સો તમામ બાળકોના માતા-પિતા માટે આંખો ઉઘાડનારો બન્યો છે. દરેક માતા-પિતાએ આ કિસ્સામાંથી બોધ મેળવીને નાના બાળકોને લઈને કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જરુરી છે.

આ પણ વાંચોઃ કોરોનામાં વેક્સિન વગર માતા-પિતાએ ગુમાવ્યા જીવ: રાજકોટના કિશોરોએ કરી એવી અપીલ કે, સૌનું હૃદય દ્રવી ઉઠ્યું

આ પણ વાંચોઃ રાજ્યની શાળાઓમાં કોરોનાના આંકડા ચિંતાજનક, એક જ દિવસમાં આટલા વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ

Published On - 5:51 pm, Wed, 5 January 22

Next Article