રાજકોટમાં (Rajkot) આજે મોરેશિયસના(Mauritius) પ્રધાનમંત્રી પ્રવીન્દ જુગનાથ (PM Pravind Kumar Jugannath) આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તથા સર્બાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી એક કિલોમીટર સુધી મોરેશિયસના પ્રધાનમંત્રીનો રોડ શો યોજાયો હતો,જેમાં અલગ-અલગ સંસ્થાઓ તથા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ડીજે ઢોલ નગારા અને નૃત્ય સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી દંપતીને રાજકોટવાસીઓએ આવકાર્યા હતા.આવતીકાલે જામનગર ખાતે આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે.
તલવાર રાસ,આદિવાસી નૃત્ય અને કથ્થક આકર્ષણનું કેન્દ્ર
આ ભવ્ય રોડ શોમાં કેટલાક આકર્ષણના કેન્દ્રો હતા જેમાં નાસિક ઢોલ,ડી.જે તથા ઢોલ-નગારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,આ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ દ્રારા તલવાર રાસ,આદિવાસી નૃત્ય અને કથ્થક નૃત્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.મોરેસિયસના પ્રધાનમંત્રી દંપતિ આ દ્રશ્યો જોઇને અભિભૂત જોવા મળ્યા હતા..
રોડ શોના રૂટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રોડ શોના પગલે એક કિલોમીટરના રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી પ્રવિણકુમાર મીણાની અધ્યક્ષતામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીની કારને કોર્ડન કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરે કરી સમગ્ર તૈયારીઓ
મોરેશિયસના પ્રધાનમંત્રીના પ્રવાસનું સમગ્ર આયોજન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્રારા કરવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટર દ્રારા તેમના આગમનથી લઇને આવતીકાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત રાત્રીના સમયે રાજકોટના અગ્ર ગ્રણ્ય લોકો સાથે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Memes Cancel IPL: ટ્વિટર પર IPL રદ કરવાની માગ ઉઠી, MI અને CSkના ચાહકોએ કહ્યું ‘કેન્સલ કરો ભાઈ કેન્સલ’