RAJKOT : જસદણમાં કુંવરજી બાવળિયા VS ભરત બોઘરા, મહિલા પ્રમુખે મહામંત્રીના ત્રાસથી આપ્યું રાજીનામું

|

Feb 02, 2022 | 7:22 PM

આજે જસદણ ભાજપના કાર્યકારી અધ્યક્ષ માધવીબેન ઉર્ફે સોનલબેન વસાણીએ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી રાજીનામું આપી દીધું છે. સોનલબેનના કહેવા પ્રમાણે મનસુખ રામાણી ધમકી આપી રહ્યા છે.

RAJKOT : જસદણમાં કુંવરજી બાવળિયા VS ભરત બોઘરા, મહિલા પ્રમુખે મહામંત્રીના ત્રાસથી આપ્યું રાજીનામું
જસદણ ભાજપ-મહિલા પ્રમુખ સોનલબેન વસાણીનું રાજીનામુ

Follow us on

રાજકોટના (Rajkot) જસદણ પંથકમાં ભાજપનો (BJP) આંતરિક જુથવાદ (Internal factionalism)ચરમસીમા પર છે. ભાજપના જ બે નેતા કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya)અને ભરત બોઘરા (Bharat Boghra)વચ્ચે શીતયુધ્ધ હવે કાર્યકર્તાઓ સુધી પણ પહોંચી ગયું છે. આજે જસદણ ભાજપના કાર્યકારી અધ્યક્ષ માધવીબેન ઉર્ફે સોનલબેન વસાણીએ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી રાજીનામું આપી દીધું છે. સોનલબેનના કહેવા પ્રમાણે મનસુખ રામાણી ધમકી આપી રહ્યા છે. અને જસદણમાં કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં નહિ જવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સોનલ વસાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ, કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા સહિત નેતાઓને પત્ર લખ્યો છે.

મનસુખ રામાણી ધમકીની ભાષામાં વાત કરે છે

સોનલબેને લખેલા રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મનસુખ રામાણી કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં ન જવાનું દબાણ કરે છે. કુંવરજી બાવળિયાના એક કાર્યક્રમના ફોટો સોશિયલ મિડીયામાં મૂક્યા ત્યારે મનસુખ રામાણીએ ફોટો દુર કરવા માટેનું દબાણ કર્યું હતું. તેઓ કોર્પોરેટર હોવાને કારણે નગરપાલિકામાં તેઓના કામ પણ થતા નથી, ભાજપના મહિલા કાર્યકર સારી કામગીરી કરે છે. પરંતુ તેઓને ભાજપના કેટલાક નેતાઓ કામગીરી કરવા દેતા નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મનસુખ રામાણીએ આ અંગે બોલવાનું ટાળ્યું

મહિલા પ્રમુખે જેના પર આક્ષેપ લગાવ્યો છે તે જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીએ આ અંગે મિડીયા સામે કંઇપણ બોલવાનું ટાળ્યું છે.મનસુખ રામાણી બહાર હોવાનું કહી રહ્યા છે અને આક્ષેપોને રદિયો આપી રહ્યા છે.બીજી તરફ મનસુખ રામાણી ભાજપના પ્રદેશ ઉપાઘ્યાક્ષ ભરત બોધરાના નજીકના વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. ત્યારે કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં ન જવાનું કહીને તેઓ ભરત બોધરાને સમર્થન આપવા કહી રહ્યા છે.

જસદણના આંતરિક જુથવાદને કારણે અધિકારીઓ પણ પરેશાન

જસદણમાં ભાજપના બે નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ એટલો છે જેથી અધિકારીઓ પણ પરેશાન જસદણ વિછીંયા પંથકના નાના મોટા પશ્નોમાં બે નેતાઓનો ઇગો પ્રોબ્લેમ નડી રહ્યો છે. જેના કારણે અધિકારીઓ પરેશાન છે. એક નેતા અધિકારીને કોઇ કામ કરવા માટેનું કહે તો બીજા નેતા આ કામ ન કરવા માટેની ભલામણ કરે છે. જેના કારણે જસદણ વિંછીયા પંથકના વિકાસના કામો અટકે છે અને અધિકારીઓ પર પરેશાન થઇ રહ્યા છે.

આ પણ વાંચો : આણંદ કૃષિ યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહઃ આત્‍મનિર્ભર કૃષિ થકી આત્‍મનિર્ભર ભારતનું નિર્માણ જરૂરીઃ રાજયપાલ

આ પણ વાંચો : કચ્છ : મીઠાના ઓવરલોડ વાહનોથી હાજીપીરથી-દેશલપર વચ્ચેનો માર્ગ જર્જરીત બનતા અનેક ગામને મુશ્કેલી !

Published On - 7:21 pm, Wed, 2 February 22

Next Article