RAJKOT : વરસાદ ખેંચાતા જેતપુરના ખેડૂતોમાં ચિંતા, મગફળી, સોયાબીન અને કપાસના પાકને નુકસાનની ભીતિ

|

Aug 08, 2021 | 7:03 PM

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું, પણ હવે વરસાદ ખેંચાયો તો જગતનો તાત પણ ચિંતિત થઈ ગયો.સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માગ છે.

RAJKOT : કુદરત રૂઠી હોવાનો ભય આ ખેડૂતોને સતાવી રહ્યો છે. સોરાષ્ટ્રના ખેડૂતોની હાલ આ જ મનોસ્થિતિ છે. કારણ કે વાવણી બાદનો વરસાદ ખેચાઈ જતા ઊભો પાક સુકાઈ રહ્યો છે. વળી સુકારાને કારણે ખેડૂતો વધું ચિંતિત બન્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું, પણ હવે વરસાદ ખેંચાયો તો જગતનો તાત પણ ચિંતિત થઈ ગયો.સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માગ છે. કારણ કે, એક તરફ વાવેલા પાકને અપૂરતો વરસાદથી ઉત્પાદન નહીંવત થવાની ભીતિ બીજી તરફ કપાસ અને અન્ય જણસોમાં પણ નુકસાન જવાના એંધાણ ખેડૂતની ચિંતા વધારી રહ્યા છે.

 

Next Video