રાજકોટનું જસદણ માર્કેટ યાર્ડ દિવાળી બાદ ખૂલ્યું, પાકની આવક શરૂ

|

Nov 08, 2021 | 4:23 PM

રાજકોટના જસદણ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોના વાહનોની કતાર લાગેલી જોવા મળી હતી. જો કે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.જેને જોતા જસદણ APMCએ ખેડૂતોને જણસી ઢાંકવાની વ્યવસ્થા જાતે જ કરીને આવવાની સૂચના આપી છે.

ગુજરાતમાં( Gujarat) રાજકોટના(Rajkot)જસદણ માર્કેટ યાર્ડમાં(Jasadan APMC)જણસીની આવક મોટાપાયે શરૂ થઈ છે.  દિવાળીના(Diwali)તહેવારોમાં 7 દિવસની રજા બાદ જસદણ યાર્ડ ખુલ્યું છે.  જેના પગલે  માર્કેટની બહાર ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ, મગફળી સહિતની જણસો લઈને પહોંચ્યા છે.

જેમાં માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોના વાહનોની કતાર લાગેલી જોવા મળી હતી. જો કે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેને જોતા જસદણ APMCએ ખેડૂતોને જણસી ઢાંકવાની વ્યવસ્થા જાતે જ કરીને આવવાની સૂચના આપી છે. જેથી કપાસ કે મગફળી સહિતની જણસો પલળી ન જાય. તેમજ જો વ્યવસ્થા હોય તો માવઠાની આગાહી બાદ જ પાકને માર્કેટમાં લાવવામાં માટે પણ સૂચના આપી છે.

આ ઉપરાંત રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે. અત્યાર સુધીમાં યાર્ડમાં કુલ દોઢ લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ છે. મગફળી લઈને આવેલા ખેડૂતોની માર્કેટિંગ યાર્ડમાં લાંબી લાઈન લાગી ગઈ છે. માર્કેટિંગ યાર્ડની બંને તરફ 5 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે.

આ વર્ષે સારા ચોમાસા બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અલગ અલગ પાકોનું મબલખ ઉત્પાદન થયું છે. તેમજ તેના પગલે દિવાળી પૂર્વે જ મોટાભાગના બજારોમાં પાકના વેચાણ માટે અલગ અલગ માર્કેટ યાર્ડના ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. તેમજ પાકના સારા ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોના કેસ? Corona Update સાથે જાણો અન્ય મહત્વના સમાચાર

આ પણ વાંચો :Onion Crop: રવિ સીઝનમાં ડુંગળીના વાવેતર અને માવજત અંગેની સંપૂર્ણ માહિતી

Published On - 4:22 pm, Mon, 8 November 21

Next Video