RAJKOT : ગોંડલ, જુનાગઢ અને પોરબંદરથી આવતી એસટી બસોના મુસાફરી ભાડામાં વધારો

|

Oct 12, 2021 | 5:53 PM

આ તરફ સામાન્ય મુસાફરો આ મોંઘવારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે.ગોંડલ રોડ પર ઔઘોગિક વિસ્તાર શાપરમાંથી અને ગોંડલમાંથી હજારો લોકો અપડાઉન કરે છે. ત્યારે તેઓને આ ભાડાની સીધી જ અસર થશે.

રાજકોટના ગોંડલ ચોકડી ખાતે સિક્સલેન ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે આ માટે વહિવટી વિભાગ દ્રારા ૧ વર્ષ સુધી ગોંડલ ચોકડી ખાતે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.શહેરમાં પ્રવેશવા માટે ૯ કિલોમીટરના ડાયવર્ઝનને કારણે એસટી વિભાગ દ્રારા ભાડામાં વધારો કર્યો છે.એસટી વિભાગ દ્રારા લોકલ બસોમાં ૮ રૂપિયા સુધી અને એક્સપ્રેસ બસોમાં ૧૨ રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે જે બુઘવારથી લાગુ કરી દેવામાં આવશે.એસટી વિભાગની જોગવાઇ છે કે જો કોઇ ડાયવર્ઝન ૩ મહિનાથી વધારે હોય તો તેના કિલોમીટર ખર્ચને આધારે ભાડામાં વધારો કરી શકાય છે જેથી ગોંડલ,જુનાગઢ,પોરબંદર અને ગીર સોમનાથથી આવતી ૨૪૦ જેટલી બસમાં આ ભાવવધારો લાગુ પડશે.

આ તરફ સામાન્ય મુસાફરો આ મોંઘવારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે.ગોંડલ રોડ પર ઔઘોગિક વિસ્તાર શાપરમાંથી અને ગોંડલમાંથી હજારો લોકો અપડાઉન કરે છે. ત્યારે તેઓને આ ભાડાની સીધી જ અસર થશે. અને મોંધવારીનો માર પડશે. ત્યારે આ ભાવવધારો પાછો ખેંચવો જોઇએ તેવું કહ્યું હતું.રાજકોટમાં બ્રિજના કામ ચાલતા હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.પ્રાઇવેટ વાહનમાં જતા લોકોને ૯ કિલોમીટર લાંબો રૂટ કાપવાને કારણે પેટ્રોલનો વપરાશ વધી જશે અને એસટી બસમાં મુસાફરી કરતા લોકો માટે મોંધવારીનો વધુ એક માર પડ્યો છે ત્યારે ભાડાને લઇને સરકાર યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે.

 

આ પણ વાંચો : RAJKOT : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના ઘરે-ઘરે માંદગીના ખાટલા

Next Video