વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

|

Dec 24, 2021 | 10:17 AM

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું પેપર લીક થવાની ઘટનામાં પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું હોવાની માહિતી સામે આવી છે.

વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં
Paper leak case of BCom in Saurashtra University

Follow us on

રાજકોટ (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (saurashtra university) બીકોમનું પેપર ફૂટવાની (Paper Leak Case) ઘટનામાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. તો આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે એમ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસે હાલ પેપર ફોડવાના કેસમાં ત્રણ શકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપ પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

તો ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિને ઉપાડી લેવાયો. હોવાની માહિતી પણ સામે આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે જ રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો.

હવે આમ આદમી પાર્ટી પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવા પહોચી હતી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હોવાનો દાવો હતો. જેના પગલે હવે પરીક્ષા રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ પેપર સવારે 9 વાગ્યાથી જ વોટ્સએપ પર ફરતું થયું હતું.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ અંગે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને જો પેપર લીક થયું છે તો આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે. આમ આદમી પાર્ટીએ એવું પણ કહ્યું હતું કે, કુલપતિએ તેમને તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Good News : અમેરિકાએ આપી મોટી રાહત, H-1B અને અન્ય વર્ક વિઝા અરજદારોને ઇન્ટરવ્યુમાંથી મળશે મુક્તિ

આ પણ વાંચો: ભારતના 5 શહેર જ્યાંની હવા છે સૌથી સ્વચ્છ અને હવામાન છે ખુશનુમા, રજાઓ માટે છે શ્રેષ્ઠ સ્થળ

Published On - 9:11 am, Fri, 24 December 21

Next Article