Rajkot : મોદી સ્ફુલની વધુ મનમાની આવી સામે, વાલીને ફટકારી શો કોઝ નોટિસ
રાજકોટની મોદી સ્કુલે વાલીઓને ફટકારી 20 પાનાની શો કોઝ નોટીસ

Rajkot : મોદી સ્ફુલની વધુ મનમાની આવી સામે, વાલીને ફટકારી શો કોઝ નોટિસ

| Edited By: | Updated on: May 31, 2021 | 12:08 PM

Rajkot : આપણે જોઈએ છીએ કે, ફી ના ભરતા વાલીઓના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપતા નથી. તો રિઝલ્ટ પણ અટકાવી દેવામાં આવે છે. આ વચ્ચે રાજકોટની મોદી સ્કૂલની (Modi School) મનમાની સામે આવી છે.

Rajkot : કોરોના કાળમાં પ્રાઇવેટ સ્કૂલની મનમાની સામે આવતી જ રહે છે. ફી બાબતે અવારનાર ખાનગી શાળાના સમાચાર આવતા જ રહે છે. આપણે જોઈએ છીએ કે, ફી ના ભરતા વાલીઓના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપતા નથી. તો રિઝલ્ટ પણ અટકાવી દેવામાં આવે છે. આ વચ્ચે રાજકોટની મોદી સ્કૂલની (Modi School) મનમાની સામે આવી છે.

રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં આવેલી મોદી સ્કૂલની મનમાની સામે આવી છે. મોદી સ્કૂલે વાલીને 20 પેઇજ ની શો કોઝ નોટિસ ( Show Cause Notice ) ફટકારી છે. અંબિકા ટાઉનશિપમાં આવેલી મોદી સ્કુલમાં ભણતા વાલીને નોટિસ મળી છે.

નોટિસ ફટકારતા જણાવ્યું હતું કે, સ્કૂલ સામે આંદોલન કરો છો, સ્કૂલ વિરુદ્ધ અન્ય વાલીઓને ઉશ્કેરો છો. વ્હોટ્સ એપ ગ્રૂપમાં અન્ય વાલીઓ સમક્ષ સ્કુલની છબી ખરડો છો તેવું લખ્યું છે.આ સાથે જ સાત દિવસમાં નોટિસ નો જવાબ નહી આપો તો દીકરીને સ્કૂલમાંથી કાઢી મુકશું તેવી ચીમકી ઉચ્ચારી છે.તો બીજી તરફ આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાની સ્કૂલની મનાઈ છે.