Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો ત્વરીત નિર્ણય, ઇન્ચાર્જ કુલપતિએ કરી જાહેરાત

|

Oct 13, 2022 | 1:07 PM

ઇનચાર્જ કુલપતિ ગીરિશ ભીમાણીએ જાહેરાત  કરી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર હવેની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં મોકલવામાં નહીં આવે અને તમામ કોલેજોને સોફટકોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. બી.કોમ. ના પેપરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો ત્વરીત નિર્ણય, ઇન્ચાર્જ કુલપતિએ કરી જાહેરાત
હવેથી યુનિવર્સિટીના પેપર QR કોડ સાથે લેવાશે

Follow us on

રાજકોટમાં  (Rajkot) આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra university) ફરી એકવાર પેપર લીક (Paper leak ) કૌભાંડ થયાની આશંકા છે. આજે લેવાનારી બે પરીક્ષાના પેપર લીક થયાની આશંકાથી શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. BBA અને B.COM સેમ-5ના પેપર લીક થયા હોવાની શક્યતા છે, કારણ કે બંને પેપરની કોપી એક દિવસ પહેલા જ મીડિયા પાસે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં હવે યુનિવર્સિટીના (Chancellor in charge ) ઇનચાર્જ કુલપતિ ગીરિશ ભીમાણીએ જાહેરાત  કરી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર હવેની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં મોકલવામાં નહીં આવે અને તમામ કોલેજોને સોફટકોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. બી.કોમ. ના પેપરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.  તા. 13-10-2022 ની બી.બી.એ. ની પરીક્ષાનું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલે રાત્રે જ તાત્કાલિક બદલાવવામાં આવ્યું છે અને રાબેતા મુજબ આજે આ પરીક્ષા લેવામાં આવી છે.

Saurashtra University alleged paper leak row: B.Com exam canceled, BBA question paper changed |TV9

પેપર લીક (Paper Leak)  થયા હોવાની ચર્ચાએ જોર પકડતાં BBAનું પેપર રાતોરાત બદલવું પડ્યું છે. પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા રાતોરાત નવું પેપર તૈયાર કરવામાં આવ્યું અને સવારે 5.30 કલાકે તમામ કૉલેજોને ઈમેઈલ મારફતે તેની જાણ કરવામાં આવી છે. હવે BBAનું નવું પેપર લેવાશે.જ્યારે બીકોમની (B.COM) પરીક્ષા રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.  મહત્વનું છે કે સ્પર્ધાત્મક અને કૉલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો થોડા સમય માટે થંભી ગયો હતો, પરંતુ હવે ફરીથી પેપર લીક કૌભાંડ શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે. આજે BBA સેમેસ્ટર-5નું ડાયરેક્ટ ટેક્સનું પેપર અને બી.કોમ. સેમેસ્ટર-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1નું પેપર હતું. જોકે આ બંને પેપર મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો (Exam Center) પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો

13 ઓક્ટોબરે બી.બી.એ. (BBA) અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા  હતી ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી કેટલીક ખાનગી કોલેજના (private college)  સંચાલકો અમુક વિદ્યાર્થીઓને ઉત્તર લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે.

વિથ ઇનપુટ ક્રેડિટ:  રોનક મજીઠિયા, રાજકોટ ટીવી9