Rajkot: પરાબજારમાં ધંધાકીય હરિફાઇમાં થઇ છુટ્ટાહાથની મારામારી, જુઓ સીસીટીવી Video

ફરિયાદી જયંતિભાઇ કતીરાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાંજના સમયે તેઓ અને તેના બે દિકરા હિતેષ અને અજય દુકાને હતા ત્યારે સંજય ઉર્ફે લાલા કતીરાએ પહેલા તેના કર્મચારી પર ઇંટ વડે હુમલો કર્યો અને ત્યારબાદ તેના પુત્રો હિતેષ અને અજય પર હુમલો કર્યો હતો જ્યારે તેઓ વચ્ચે પડ્યા ત્યારે તેને લોખંડનો તોલ મોઢામાં માર્યો હતો

Rajkot: પરાબજારમાં ધંધાકીય હરિફાઇમાં થઇ છુટ્ટાહાથની મારામારી, જુઓ સીસીટીવી Video
Rajkot Fight
| Edited By: | Updated on: Apr 09, 2023 | 10:15 PM

રાજકોટના પરાબજારમાં તારીખ 8 એપ્રિલના રોજ સાંજના સમયે ધંધાકીય હરિફાઇમાં બે જુથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી.શહેરના પરા બજારમાં જલારામ સિઝન સ્ટોર ધરાવતા જયંતિભાઇ કતીરા નામના વેપારી સાંજના સાતેક વાગ્યાના સમયે તેની દુકાને બેઠા હતા ત્યારે તેની બાજુમાં દુકાન ધરાવતા રાજુભાઇ કતીરા અને અન્ય કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. પહેલા જયંતિભાઇના કર્મચારી રવિને ઇંટ મારી હતી અને ત્યારબાદ રાજુભાઇ કતીરા અને તેની આવેલા શખ્સોએ જયંતિભાઇ અને તેના બે પુત્રો અને કર્મચારીને ઢોર માર માર્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જયંતિભાઇને સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે એ ડિવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

માર મારનાર શખ્સોના નામ

  1. રાજુ મનુભાઇ કતીરા
  2. પાર્થ રાજુભાઇ કતીરા
  3. સંજય ઉર્ફે લાલો મનુભાઇ કતીરા
  4. નટુ મોહનલાલ કોટક
  5. પીન્ટુ નટુભાઇ કોટક

ફરિયાદીને લોખંડનો તોલ માર્યો,તેના દિકરાને માથાના ભાગે ગંભીર ઇજા

ફરિયાદી જયંતિભાઇ કતીરાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાંજના સમયે તેઓ અને તેના બે દિકરા હિતેષ અને અજય દુકાને હતા ત્યારે સંજય ઉર્ફે લાલા કતીરાએ પહેલા તેના કર્મચારી પર ઇંટ વડે હુમલો કર્યો અને ત્યારબાદ તેના પુત્રો હિતેષ અને અજય પર હુમલો કર્યો હતો જ્યારે તેઓ વચ્ચે પડ્યા ત્યારે તેને લોખંડનો તોલ મોઢામાં માર્યો હતો જેના કારણે તેને ત્રણ ટાંકા આવ્યા હતા જ્યારે તેના દિકરાને લાકડી માથાના ભાગે મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી સિવીલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ધંધાકીય હરિફાઇમાં કર્યો હુમલો

સમગ્ર મામલે એ ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે જયંતિભાઇની ફરિયાદના આધારે આઇપીસીની કલમ 324,323,504,337,114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને આરોપીની બંન્નેની બાજુમાં કેરીની દુકાન હોય અને આ ધંધાકીય હરિફાઇમાં આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે હાલમાં પોલીસે આ અંગે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…