Rajkot : સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર,અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ, મુસાફરોનો સમય બચશે, જુઓ Video

|

Jun 23, 2023 | 8:21 PM

હવે મુસાફરોને થનારા ફાયદાની વાત કરીએ તો ઈલેક્ટ્રીફિકેશનના કારણે ટ્રેનોની સ્પીડમાં વધારો થશે.જેથી મુસાફરોનો સમય બચશે.આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં અમદાવાદથી ડીઝલ એન્જિનની જગ્યાએ ઈલેક્ટ્રીક એન્જિન જોડાય છે જેમાં અડધોથી એક કલાક ટ્રેન તે જ સ્ટેશન પર ઊભી રહે છે.જે ઈલેક્ટ્રીક એન્જિન શરૂ થતાં તે સમય બચશે.

Rajkot : સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર,અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ, મુસાફરોનો સમય બચશે, જુઓ Video
Ahmedabad Okha Raiway Line Electrification

Follow us on

Rajkot : સૌરાષ્ટ્ર માટે રેલવે ક્ષેત્રે સારા સમાચાર છે,અમદાવાદથી ઓખા ઇલેક્ટ્રીકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આવતી 15 જુલાઈ પહેલા અમદાવાદથી રાજકોટ ઈલેક્ટ્રીક એન્જિનો સાથેની ટ્રેનો દોડતી શરૂ થઈ જશે. ઈલેક્ટ્રીક એન્જિનોવાળી ટ્રેન શરૂ થતા રેલ્વે અને મુસાફરો બંનેના અનેક ફાયદાઓ થશે.આવનારા સમયમાં સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો પણ મળશે.જેથી પ્રવાસન ક્ષેત્રને પણ ફાયદો થશે.

ડીઝલ એન્જિનથી ફેલાતું પ્રદૂષણ બંધ થશે,રેલવેનો ખર્ચ પણ ઘટશે:DRM

રાજકોટ રેલવે ડિવિઝનના DRM અનિલ કુમાર જૈનએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક એન્જિન દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે,ડીઝલ એન્જીન દ્વારા ફેલાતું પ્રદૂષણ પણ બંધ થશે.આ ઉપરાંત ઈલેક્ટ્રીક એન્જિન દ્વારા ચાલતી ટ્રેનોમાં ડીઝલ એન્જિન કરતા 1/3 ખર્ચ થાય છે.ઉદાહરણ તરીકે ડીઝલ એન્જિનમાં 100 રૂપિયાનો ખર્ચ થતો હોય તો તેની સામે ઈલેક્ટ્રીફિકેશન દ્વારા 33 જ રૂપિયાનો ખર્ચ થાય એટલે કે રેલવેના ખર્ચમાં પણ ત્રણ ગણો ઘટાડો થશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ઉપરાંત ડીઝલ એન્જિન દ્વારા ચાલતી ટ્રેનના ડબ્બાઓમાં લાઈટ,પંખા અને AC માટે ટ્રેનની આગળ અને પાછળ પાવર કાર હોય છે.જે ઈલેક્ટ્રીફિકેશનથી ચાલતી ટ્રેનોમાં સીધો પાવર મળે છે.

ટ્રેનોની સ્પીડ વધશે,મુસાફરોનો સમય બચશે,વધુ ટ્રેનો મળશે

હવે મુસાફરોને થનારા ફાયદાની વાત કરીએ તો ઈલેક્ટ્રીફિકેશનના કારણે ટ્રેનોની સ્પીડમાં વધારો થશે.જેથી મુસાફરોનો સમય બચશે.આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં અમદાવાદથી ડીઝલ એન્જિનની જગ્યાએ ઈલેક્ટ્રીક એન્જિન જોડાય છે જેમાં અડધોથી એક કલાક ટ્રેન તે જ સ્ટેશન પર ઊભી રહે છે.જે ઈલેક્ટ્રીક એન્જિન શરૂ થતાં તે સમય બચશે.

આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ ડબલ ટ્રેક પણ શરૂ થઈ ગયો છે.જેથી આવનારા સમયમાં સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળશે અને કેટલીક અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનો રાજકોટ અને ઓખા સુધી પણ લંબાવવામાં આવશે.જેનો સીધો ફાયદો મુસાફરોને થશે.

પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ

સૌરાષ્ટ્રના તીર્થધામ સોમનાથ અને દ્વારકા દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ આવે છે.જેમાં સૌથી વધુ ટ્રેન મારફતે પ્રવાસીઓ આવે છે.જેમાં કેટલીક લાંબા અંતરની ટ્રેનો અમદાવાદ સુધીની જ છે જેમાં દ્વારકા અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને અમદાવાદથી ટ્રેન બદલાવી પડતી હોય છે.જેથી રાજકોટ અને ઓખા સુધી ટ્રેનો લંબાતા સીધો ફાયદો મુસાફરોને થશે અને તેઓનો સમય બચશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:10 pm, Fri, 23 June 23

Next Article