Rajkot: શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, આવતીકાલથી ગાઈડલાઈન સાથે ખુલશે ખોડલધામ મંદિર

|

Jun 10, 2021 | 3:11 PM

Rajkot : આખરે ખોડલધામનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી  બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. 

Rajkot : આખરે ખોડલધામનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી  બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે.

જો કે,ખોડલધામનાં ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું (Guideline)પાલન કરવાનું રહેશે,જેમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવી રાખવું અને માસ્ક પહેરવું  ફરજિયાત રહેશે. મુખ્યત્વે,સવારનાં સાત વાગ્થી રાતનાં સાત વાગ્યા સુધી ભાવિક ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે.

 

હાલ,મંદિરની પરિક્રમા (Orbit) પણ  ભક્તો માટે બંધ રાખવામાં આવી છે, પરંતુ ધ્વજારોહણમાં 50 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. કોરોનાની ગાઈડલાઈનનું મંદિરમાં  ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરનાં પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર (Sanitizer)અને થર્મલ ગનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે,કોરોના કાળમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે  મંદિરો બંધ કરવાનો નિર્ણય લીધો હતો,જો કે ભક્તો (Devotees) માટે મંદિર દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી.

 

 

Next Video