રાજકોટઃ જેતપુરમાં AAP ના પૂર્વ પ્રમુખે 50 લાખની માગી ખંડણી, પોલીસે પુરાવાના આધારે ગુનો નોંધ્યો

|

Jun 13, 2022 | 9:18 AM

જેતપુરમાં  (Jetpur)આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ પ્રમુખ ભાવેશ ગિણોયાની પોલીસે ધરપકડ કરી છે. ભાવેશ ગિણોયા વિરુદ્ધ  જેતપુરના ગૌતમ પ્રિન્ટ નામના કારખાનાના સંચાલક રમણીક બુટાણીએ  ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટઃ જેતપુરમાં AAP ના પૂર્વ પ્રમુખે 50 લાખની માગી ખંડણી, પોલીસે પુરાવાના આધારે ગુનો નોંધ્યો

Follow us on

રાજકોટ (Rajkot)જિલ્લાના જેતપુરમાં આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ પ્રમુખ સામે  જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવવામાં આવી  હતી. ફરિયાદ કરનારા રમણિક બુટાણી ગૌતમ પ્રિન્ટ નામનું  સાડીનું કારખાનું ધરાવે છે તેમણે ફરિયાદ કરી હતી કે ભાવેશ ગિણોયાએ તેમની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોતાની વાતની સાબિતી રૂપે રમણિક બુટાણીએ વીડિયો પણ રજૂ કર્યા હતા. આ કારખાનાના માલિકે આપેલા પુરાવાના આધારે પોલીસે ભાવેશ ગિણોયાની ધરપકડ કરી હતી.

રમણિક બુટાણીએ પોલીસ પાસે રજૂઆત કરી હતી કે ભાવેશ તેને ધાક ધમકી આપીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રમણિક બુટાણીએ વિગતવાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભાવેશ ગિણોયાએતેની વિરૂદ્ધ GPCBમાં ખોટી ફરિયાદ કરી હતી. તેમજ કારખાનું બંધ કરાવી દેવાની ધમકી આપી હતી.  તેમણે  નોંધાવેલી ફરિયાદ પ્રમાણે  તેમના કારખાનાને વર્ષ 2018થી જ જી.પી.સી.બી.નું ક્લોઝર લાગેલું છે તેમજ વીજ કનેકશન પણ કાપી નાખવામાં આવેલ છે,  કારખાનું બંધ હોવા છતા પ્રદૂષણ તેમજ ઇલેક્ટ્રિકના કાયદાનો ઉલ્લેખ કરીને ભાવેશે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ ઘટનામાં ઇદરિશ નામનો વચેટિયો પણ હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી. આ ઘટનામાં આરોપી અને કારખાનેદારે બેઠક કરી હતી અને રમણિક બુટાણીએ ભાવેશને 20 લાખ રૂપિયા પણ આપ્યા હતા.

પોલીસે આ ઘટનામાં ભાવેશ ગિણોયા તેમજ  વચેટિયા ઇદરીશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જેતપુરમાં બાંધણીનો ઉદ્યોગ  ફેલાયેલો છે ત્યારે ઘણી વાર કારખાના માલિકો કાયદાનો ભંગ કરતા હોય છે ત્યારે આવા  તત્વો  દ્વારા કનડગત કરવામાં આવતી હોય છે  જેમાં ઘણી વાર   નિદોર્ષ લોકો પણ ભોગ બનતા હોય છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

Next Article