Rajkot : RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમટેક્સનો સર્વે યથાવત

|

Aug 27, 2021 | 8:00 AM

જાણીતા RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમ ટેક્સનો સર્વે યથાવત છે. મોડીરાત સુધીમાં ૪૫ સ્થળો પૈકી 50 ટકા સ્થળો પર તપાસ પૂર્ણ થશે.

Rajkot : શહેરના જાણીતા RK ગ્રુપ પર સતત ચોથા દિવસે ઇન્કમ ટેક્સનો સર્વે યથાવત છે. મોડીરાત સુધીમાં ૪૫ સ્થળો પૈકી 50 ટકા સ્થળો પર તપાસ પૂર્ણ થશે. આર.કે.બિલ્ડર પરીવાર અને ગંગદેવ ગ્રુપ પર આવકવેરાની તપાસ યથાવત છે. આ ઉપરાંત, કરોડો રૂપિયાના બિનહિસાબી સાહિત્ય કબ્જે કરવામાં આવ્યા છે. સોના અને મિલકતોના વેલ્યુએશનની કામગીરી ઇન્કમ ટેક્સ વિભાગે શરૂ કરી દીધી છે. કેટલીક મિલકતોની વેલ્યુએશનને લઇ ઇન્કમ ટેક્સ વિભાગે તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણો આર.કે. ગ્રુપ વિશે
આરકે ગ્રુપના માલિક સર્વાનંદ સોનવાણી અને કમલ સોનવાણી છે. જગદિશ સોનવાણી સહિત 6 ભાઇઓ છે. આર કે ગ્રુપ ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. દાણાપીઠમાં RK ફાયનાન્સ પેઢી આવેલી છે. અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ છે. RK ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. કુવાડવા રોડ પર 1 થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન તૈયાર કર્યા છે. અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યા છે. પહેલા જમીન, મકાન અને પ્લોટીંગનું કામ કરતા હતા. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી બિલ્ડીંગ તૈયાર કરે છે. મોટાભાગે ભાગીદારી પેઢીમાં કામ કરે છે.જેથી દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે.

નોંધનીય છેકે છેલ્લા ચાર દિવસ આઇટી વિભાગ દ્વારા દરોડોની કાર્યવાહી થઇ રહી છે. જેમાં અનેક કરોડોના બિનહિસાબો સામે આવ્યા છે. ત્યારે આજે ચોથા દિવસની કાર્યવાહીમાં નવું શું સામે આવે છે તે જોવું રહ્યું.

Next Video