Rajkot: લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર આરોગ્ય વિભાગની ફુડ શાખા દ્વારા ચેકિંગ, ચટણી અને તેલની કરી ચકાસણી

|

Aug 19, 2022 | 2:00 PM

Rajkot: સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના મેળામાં સાતમ- આઠમના તહેવાર દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે ત્યારે લોકમેળામાં મ્હાલવા આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા સ્થળ પર જ તપાસ હાથ ધરાઈ હતી.

Rajkot: લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર આરોગ્ય વિભાગની ફુડ શાખા દ્વારા ચેકિંગ, ચટણી અને તેલની કરી ચકાસણી
આરોગ્ય વિભાગનું ચેકિંગ

Follow us on

જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, રાજ્યમાં અનેક જગ્યાએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા સૌરાષ્ટ્રના સૌથા મોટા ગણાતા રાજકોટ(Rajkot)ના લોકમેળામાં હજારો લોકો તહેવારોની મજા માણવા ઉમટી પડ્યા છે અને મ્હાલી રહ્યા છે. આ મેળામાં રહેલા ખાણી-પાણીના ફુડ સ્ટોલ અને લારીઓવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે હેતુથી મેળામાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. આરોગ્ય વિભાગ (Health Department) મેળામાં 92 જેટલા ધંધાર્થીઓને લાઈસન્સ આપ્યા છે. અને હવે ચેકિંગ(Checking) હાથ દરવામાં આવી રહ્યુ છે.

લોકમેળામાં આરોગ્ય વિભાગનુું ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ

17 ઓગષ્ટને રાંધણ છઠ્ઠથી શરૂ થયેલા લોકમેળાનો આજે ત્રીજો દિવસ છે, અને આરોગ્ય વિભાગે જન્માષ્ટમીના દિવસે ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. જૂદા જૂદા 92 જેટલા સ્ટોલ આરોગ્ય વિભાગના ફુડ શાખાના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જન્માષ્ટમીના દિવસે મેળામાં હૈયે હૈયુ દળાય તે પ્રકારની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ પ્રકારના ચેડા ન થાય તેને ધ્યાને રાખી મહાનગરપાલિકાની આરોગ્ય વિભાદની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વાસી ચટણી, દાઝીયા તેલ, સહિત અન્ય ખાદ્ય સામગ્રીનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વાસી ચટણી, વાપરેલુ તેલ ફરી ન વાપરવા આરોગ્ય વિભાગની સૂચના

ફુડ શાખાની ટીમ દ્વારા નમકીન ઘુઘરામાં અપાતી ચટણીનું મેજિક બોક્સ વડે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અનેકવાર આ ગ્રાહકોને અપાતી આ ચટણી વાસી પધરાવી દેવાના કિસ્સા સામે આવી ચુક્યા છે. જેને લઈને ફુડ શાખાની ટીમે ચટણીનું ચેકિંગ ખાસ હાથ ધર્યુ હતુ. ઉપરાંત હાઈજેનિક કન્ડીશનમાં ખાદ્યપદાર્થો છે કે નહીં, તેમને ખુલ્લામાં તો રખાઈ રહ્યા છે કે કેમ, તેમજ વારંવાર ખાદ્યપદાર્થને તળવા માટે કેવા તેલનો પ્રયોગ કરાઈ રહ્યો છે તેનુ ખાસ ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેના વારંવાર તળાયેલુ ફ્રાઈંગ ઓઈલ જે દાઝીયુ તેલ હોય છે તેનો પ્રયોગ ન થાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે.

રાજકોટ કોર્પોરેશન દ્વારા સ્થળ પર પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યુ છે. તેના માટે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ તૈયાર રખાયુ છે. જેમા સ્થળ પર જ નમૂના લઈ તપાસની કાર્યવાહી કરાઈ રહી છે. આ દરમિયાન ફુડ શાખા વિભાગે ચટણીના નમૂના લીધા હતા. આ ચટણી ખાવાલાયક છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Next Article