ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખેડૂતો નીરસ, કિસાન સંઘે સરકારને નીતિ સુધારવા માંગ કરી

|

Nov 09, 2021 | 7:06 PM

ભારતીય કિસાન સંઘના નેતા દિલીપ સખીયાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. દિલીપ સખીયાનો આક્ષેપ છે કે ટેકાનો ભાવ ખૂબ ઓછો છે. મોંઘવારી પ્રમાણે પૂરતો ભાવ આપવામાં નથી આવી રહ્યો

ગુજરાતમાં(Gujarat)રાજકોટ (Rajkot)સહિત સૌરાષ્ટ્રના ઘણા માર્કેટ યાર્ડમાં(APMC)ટેકાના ભાવે મગફળી(Groundnut)વેચવામાં પહેલા દિવસે ખેડૂતોએ રસ દાખવ્યો નથી. જેને લઈ ભારતીય કિસાન સંઘના નેતા દિલીપ સખીયાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.

દિલીપ સખીયાનો આક્ષેપ છે કે ટેકાનો ભાવ ખૂબ ઓછો છે. મોંઘવારી પ્રમાણે પૂરતો ભાવ આપવામાં નથી આવી રહ્યો. સખીયાએ કહ્યું કે ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોને 2-3 મહિને રૂપિયા મળે છે.. જેની સામે ખુલ્લા બજારમાં તેમને તરત જ નાણા મળી જતા હોય છે.. જેથી ઘણીવાર ખેડૂતો ઓછા ભાવે પણ ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર બને છે.. સખીયાએ માંગ કરી છે કે સરકાર નીતિમાં સુધારો કરે તે સમયની માંગ છે.

ઉલ્લેખનીય છે કે, કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટ યાર્ડથી ખરીદી શરૂ કરાવી હતી. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1110 રૂપિયા નક્કી કર્યો છે.ખેડૂતોને એક મણ મગફળીએ 1,110 રૂપિયા મળી રહ્યા છે. ગયા વર્ષે આ ભાવ 1,0 55 રૂપિયા હતો. તેમજ ભાવને લઈ ખેડૂતોમાં સંતોષ છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે ભાવ આપવામાં આવી રહ્યો છે સંતોષકારક છે.. પરંતુ સરકારે એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદવાનું જ નક્કી કરેલું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં મગફળી ખરીદી કરે અને સમયસર નાણા ચૂકવે.

આ પણ  વાંચો : દિવાળી વેકેશન બાદ મહેસાણાનું ઉંઝા માર્કેટ યાર્ડ શરૂ થયું, તલ,જીરું અને ઈસબગુલની આવક શરૂ

આ પણ  વાંચો : Surendranagar: થાનગઢમાં ભૂમાફિયાઓનો ત્રાસ, ગૌચર ખોદી ગેરકાયદેસર કોલસો ચોરી કરવાનો વિડીયો વાયરલ

Next Video