શિવરાત્રીના મહા પર્વને લઈને મેળામાં આવનારા યાત્રિકો માટે એસટી વિભાગે એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. એક તરફ ધોરાજી એસટી વિભાગ દ્વારા કુલ 16 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે. તો બીજી તરફ ગોંડલ એસટી ડેપો દ્વારા 15 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાત્રી પર્વ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે યાત્રિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગોંડલ એસટી ડેપો દ્વારા શિવરાત્રી મહાપર્વ નિમિતે 15 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી આવી છે. મુસાફરોના ધસારાને ધ્યાને લઇ વધુ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે જે ગોંડલથી જૂનાગઢ જેતપુર, રાજકોટ, સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. જેમાં ગોંડલથી મેસપર, બગદાણા, મોરીદળ, મેગણી, રાજકોટ, વારા ડુંગરા, જામકંડોરણા સહિત રૂટ કેન્સલ કરી જૂનાગઢ શરૂ કરવામાં આવી છે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને એસ.ટી ડેપોનો આ મહત્વનો નિર્ણય કરાયો છે જે રવિવાર સુધી એસ ટી ડેપો ગોંડલ દ્વારા મુસાફરો ની સુવિધા ને લઈ અને આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
તો આ તરફ ધોરાજી એસટી ડેપોમાંથી 16 જેટલી એક્સ્ટ્રા બસને શિવરાત્રી પર્વ નિયમિતે દોડાવવામાં આવી રહી છે. આ અંગે ધોરાજીના એસટી ડેપો મેનેજર પિયર ડાંગરે જણાવ્યુ હતું કે, શિવરાત્રી પર્વ નિયમિતે યાત્રિકોના ઘસારાને ધ્યાને લઈને ધોરાજી એસટી ડેપો દ્વારા કુલ 16 બસ એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે.આ તમામ બસોને તેમના વિવિધ રૂટ પર યાત્રિકોને વધુ સારી સુવિધા સાથે મુસાફરી થઈ શકે એ માટે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ધોરાજીથી જુનાગઢ, જામનગર, ઉપલેટા, સોમનાથ, વેરાવળ સહિતના રૂટો પર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મુસાફરોની સુવિધા ને લઈ અને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
(વિથ ઇનપુટ-દેવાંગ ભોજાણી, હુસેન કુરેશી, રાજકોટ)