Rajkot: ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ વિરપુર (Virpur) જલારામધામમાં 85 દિવસ બાદ અન્નક્ષેત્ર શરૂ

|

Jul 05, 2021 | 5:42 PM

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા સમયથી અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યું હતું.

Virpur, Rajkot : ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ની કહેવતને સાર્થક કરતાં ભક્ત જલારામ બાપા (Jalaram Bapa), 200 વર્ષથી પણ વધુ સમયથી ચાલતા સદાવ્રતને લઈને વિશ્વભરના પોતાના ભકતોમાં ખ્યાતનામ છે.

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઘણા સમયથી અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યું હતું. પરંતુ આજથી બાપાનો પ્રસાદ ફરીથી શરૂ થતાં ભકતોમાં આનંદ છવાયો છે.

આપને જણાવી દઈએ કે ગત 14 જૂને બાપાના દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ દર્શન બાદ ભક્તો પૂજ્ય બાપાની પ્રસાદનો લાહવો લઈ શકતા ન હતા. હવે જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે મંદિર વ્યવસ્થાએ પણ ભક્તોને પ્રસાદ આપવાનું નક્કી કર્યું હતું અને 85 દિવસ બાદ ફરીથી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને ભાવિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

આ પણ વાંચો: Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

Next Video