Rajkot: ટુ-વ્લિહર માટે આરટીઓ દ્વારા GJ-03-NAની સિરીઝનું 23 માર્ચે ઈ-ઓક્શન, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

|

Mar 15, 2023 | 9:08 PM

ઘણી વખત  એવું પણ જોવા મળતું હોય છે કે ટુ વ્હીલરની કિંમત કરતાં પણ પસંદગીના નંબર લેવાની કિંમત વધી જતી હોય છે અને છતાં પણ પોતાના પસંદગીના નંબર માટે શોખીનો આ રકમ ચૂકવતા હોય છે.

Rajkot: ટુ-વ્લિહર માટે આરટીઓ દ્વારા GJ-03-NAની સિરીઝનું 23 માર્ચે ઈ-ઓક્શન, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

Follow us on

રાજકોટમાં પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી ( આરટીઓ) દ્વારા મોટર સાયકલ  પ્રકારના વાહનો માટે GJ-03-NA સીરીઝનું ઓક્શન તા. 23  માર્ચના રોજ કરવામાં આવનાર છે.   GJ-03-NA સીરીઝ તથા અગાઉની ગોલ્ડન તેમજ સિલ્વર નંબરની સીરીઝના મનપસંદ નંબરોના મેળવવા ઈચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન http:/parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકશે.

મનપસંદ નંબર મેળવવા માટે આ રીતે કરવાની રહેશે પ્રક્રિયા

  • જો તમે તમારો મનપસંદ નંબર મેળવવા માંગો છો તો તમારે આ માટે parivahan.gov.in વેબસાઈટ પર જવું.
  • વેબસાઈટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ fancy number booking પર ક્લિક કરવું, જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું, આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું,
  • પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવી.
  • ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો.
  • હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી.
  • હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂવલ લઈ નંબર મેળવવો.
  • વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.

ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઓક્શન થશે

મોટર સાયકલની સીરિઝ GJ-03-NA તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરનું ઓનલાઈન ઓક્શન થશે.

ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.23 માર્ચે સાંજે 4 કલાક થી તા.29  માર્ચે સાંજના 4 કલાક સુધી   ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ 29 માર્ચ સાંજે 04:01  કલાક થી 31 માર્ચે સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 31 માર્ચે જ 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.

Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025

વાહન વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી, તેમ પ્રાદેશિક વાહન વ્ય્વહાર અધિકારીએ જણાવાયું હતું.

પસંદગીના નંબર માટે લાખો રૂપિયા સુધીની રકમ ચૂકવે છે લોકો

ઘણા લોકો પોતાના ટુ વ્હીલર પસંદગીના નંબરનો શોખ ધરાવતા હોય છે. પસંદગીનો નંબર મેળવવા તેઓ મોટી રકમ ઉપર હરાજીમાં ચૂકવતા હોય છે. ઘણી વખત  એવું પણ જોવા મળતું હોય છે કે ટુ વ્હીલરની કિંમત કરતાં પણ પસંદગીના નંબર લેવાની કિંમત વધી જતી હોય છે અને છતાં પણ પોતાના પસંદગીના નંબર માટે શોખીનો આ રકમ ચૂકવતા હોય છે.

સૌથી વધુ બોલી સિંગલ આંકડાના નંબર માટે લાગે છે. જેમાં 1 થી લઈને 9 નંબર મેળવવા માટે લોકો મોટી બોલી લગાવી પોતાનો પસંદગીનો નંબર મેળવતા હોય છે.

 

Next Article