Rajkot : ભાદર ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત કરાયો, ખેડૂતોની મુશ્કેલીઓ વધી

|

Aug 28, 2021 | 10:23 PM

ભાદર ડેમમાંથી રાજકોટ, જેતપુર અને વીરપુર સહિતની જુથ યોજના દ્વારા પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ભાદર ડેમમાં બાકી રહેલા અનામત પાણીના જથ્થામાંથી હાલ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે તેવી કોઈ જ શક્યતા નથી.

ગુજરાત(Gujarat )માં અપૂરતા વરસાદના પગલે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં પર્યાપ્ત પાણી નથી રહ્યું. ત્યારે 18 થી 20 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા સૌરાષ્ટ્રના ભાદર ડેમ(Bhadar Dam)માં પણ સરકારે પાણીનો જથ્થો અનામત કરી દીધો છે. કુલ 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ 1900 MCFT એટલે કે 20 ફૂટ સુધી જ પાણીનો જથ્થો બચ્યો છે.

ભાદર ડેમમાંથી રાજકોટ, જેતપુર અને વીરપુર સહિતની જુથ યોજના દ્વારા પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ભાદર ડેમમાં બાકી રહેલા અનામત પાણીના જથ્થામાંથી હાલ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે તેવી કોઈ જ શક્યતા નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારો હજી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના દસાડામાં 17 ટકા, ધ્રાંગધ્રામાં 16 ટકા અને લિંબડીમાં 19 ટકા જ વરસાદ પડ્યો છે. જામનગરમાં 18 ટકા, દ્વારકામાં 30 અને પોરબંદરમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે.તો જંગલ વિસ્તાર ગીર-ગઢડા 22 ટકા, શિહોરમાં 22 ટકા, રાણપુરમાં પણ 26 ટકા જ વરસાદ પડ્યો છે.

કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે

આ પણ વાંચો : કોંગ્રેસે ઝવેરચંદ મેઘાણીના ફોટાને લઇને ભાજપ પર પ્રહાર કર્યો, સીએમ રૂપાણી કહ્યું કાર્યક્રમના કેન્દ્રમાં ઝવેરચંદ મેઘાણી

આ પણ વાંચો :  ભારત વિરૂદ્ધ કોઈ ષડયંત્ર રચવામા પડ્યા છે જૈશનાં આતંકવાદી? તાલિબાનીઓ સાથે કરી બેઠક, પાકિસ્તાનની સ્થિતિ પર પણ નજર

 

Published On - 10:19 pm, Sat, 28 August 21

Next Video