Rajkot : વાવાઝોડાને લઈ NDRFની 16 ટીમ તૈનાત, ડેપ્યુટી કમાન્ડર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા પહોંચ્યા

|

Jun 13, 2023 | 9:35 PM

સૌરાષ્ટ્રમાં NDRFની 16 ટીમો રેસ્ક્યુ માટે એલર્ટ છે. ખાસ કરીને વિકટ પરિસ્થિતમાં હાઈ-વે ખુલ્લા કરવા, જાનમાલના રેસ્ક્યું સહિતની કામગીરી માટે ખાસ પ્રશિક્ષિત ફૌજી જવાનો તૈયાર છે.

Rajkot : વાવાઝોડાને લઈ NDRFની 16 ટીમ તૈનાત, ડેપ્યુટી કમાન્ડર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા પહોંચ્યા

Follow us on

Cyclone Biparjoy: કુદરતી આફત, ગંભીર દુર્ઘટનાઓ તથા અણધારી આપત્તિઓ સમયે જીવન રક્ષક કામગીરી અર્થે ડિફેન્સ વિંગ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 16 બટાલિયન સમગ્ર ભારતમાં કાર્યરત છે. ગુજરાત ખાતે સિક્સ બટાલિયનની એક એક કંપની અમદાવાદ, વડોદરા, ગાંધીનગર તેમજ અજમેર ખાતે કાર્યરત છે. જેઓ જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ અર્થે મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં હાલ બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને 16 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રાજકોટ ખાતે આજરોજ એન.ડી.આર.એફ. ના ડેપ્યુટી કમાન્ડર અજયકુમાર સિંહ પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે આવી પહોંચ્યા હતાં.

સૌરાષ્ટ્રમાં NDRFની 16 ટીમો તૈનાત

અજયકુમારે જણાવ્યું હતું કે, આગામી તા. 14,15 જુનના રોજ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી કુલ 16 ટીમો અને એક ટીમ દીવ અને એક ટીમ સાઉથ ગુજરાતમાં પહોંચી ચુકી છે.
ટીમ દ્વારા સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આ વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને સમજાવી સુરક્ષિત જગ્યાએ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી કામગીરી કરશે NDRF

વાવાઝોડા દરમ્યાન ભારે પવનના કારણે વૃક્ષ, થાંભલાઓ કે કાચા મકાનો પડી જવા જેવી ઘટના બને છે. આ તકે સ્થાનિક પ્રસાશનના સંપર્કમાં રહી રોડ-રસ્તા ખુલ્લા કરવા, મકાનોમાં લોકો ફસાયા હોય તો તેઓને સુરક્ષિત બહાર કાઢવા સહિતની કામગીરીમાં એન.ડી.આર.એફ. ના જવાનો જરૂરી સાધન સામગ્રી સાથે મદદરૂપ બનશે તેમ  અજયકુમાર આ તકે જણાવ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં વાવાઝોડાના કારણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો, મહિલાને માથાના ભાગે ઈજા

આધુનિક સાધનો સાથે NDRFની ટીમ સજ્જ

  રાજકોટ ખાતે હાલ ઇન્સ્પેકટર વિજયકુમારના નેતૃત્વમાં વડોદરા એન.ડી.આર.એફ. ની ટીમના 20 જવાનો ફાયર વિભાગ સાથે સતત કાર્યરત છે.  તેઓના જણાવ્યા મુજબ એક ટ્રક ભરીને સમાન અમારી સાથે લાવ્યા છીએ. જેમાં ગેસોલીન, ઇલેક્ટ્રિક કટર કે ઝાડ કે લોખંડ કાપવા ઉપયોગી હોય છે. આ ઉપરાંત બ્લેડ, આર,આર, આર.પી.એસ. હથિયારો, બોટ, લાઈફ જેકેટ, રસ્સી સામેલ છે.
આ માટે ફોર્સના વિવિધ વિભાગના જવાનોને ખાસ છ માસની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેઓનો કાર્યકાળ સામાન્ય રીતે 7 વર્ષનો હોય છે. NDRF ટીમે આ પૂર્વે મોરબી પુલ દુર્ઘટના, તાઉતે વાવાઝોડા સહીત કુદરતી આફતોમાં સફળતાપૂર્વક કામગરી બજાવી ચુકી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Next Article