Rajkot: સાયબર ક્રાઈમ પોલીસે છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોના 1.39 કરોડ રૂપિયા પરત અપાવ્યા

|

Feb 24, 2023 | 6:56 PM

Rajkot: સાયબર ક્રાઈમ પોલીસે છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા 1.39 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. એક વર્ષ દરમિયાન 1388 ઓનલાઈન ફ્રોડની ફરિયાદો મળી હતી. જેમાં પોલીસે ચિટીંગનો ભોગ બનેલા લોકોના 1.39 કરોડ પરત અપાવ્યા છે.

Rajkot: સાયબર ક્રાઈમ પોલીસે છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોના 1.39 કરોડ રૂપિયા પરત અપાવ્યા

Follow us on

આજકાલ સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ક્યારેક કેવાયસી અપડેટ કરાવવા માટે તો ક્યારેક ઓનલાઈન બેંકની કામગીરીના હેતુથી અથવા તો કોઈ લોભામણી સ્કીમના આધારે સાયબર ફ્રોડ કરનાર કોઇને કોઇ રીતે લોકોને છેતરતા હોય છે અને આપના એકાઉન્ટમાં પડેલા રૂપિયા પડાવી લેતા હોય છે તેવા સમયે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોની મદદ કરવામાં આવતી હોય છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં 1388 ફરિયાદમાં 1.39 કરોડ રૂપિયા ભોગ બનનાર લોકોને પરત અપાવવામાં આવ્યા હતા.

ઓનલાઈન ફ્રોડ થાય તો 1930 હેલ્પલાઈન પર કોલ કરવો

છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેર કમિશ્નર વિસ્તારમાં સાયબર ક્રાઇમ ફ્રોડની કુલ 1,388 ફરીયાદ આવી, જેમાં ફરીયાદી દ્વારા કુલ રકમ રૂ. 16,73,02,483/- ગુમાવેલ હતી, જેમાંથી સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા તપાસ કરી 1,14,15,044/- જેટલી રકમ અરજદારોને પરત અપાવેલ છે તથા અરજદારો દ્વારા 1930 સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર થકી કરવામાં આવતી ઓનલાઇન ફરીયાદોમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અરજદારના નાણાં તાત્કાલીક એકશન લઇ સીઝ કરવામાં આવે છે.

આ સીઝ થયેલ નાણાં અરજદારને પરત અપાવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી કોર્ટના હુકમ દ્વારા રકમ રૂ.25,82,058/- પરત અપાવેલ છે. આમ કુલ 1,39,97,102/- અરજદારને પરત કરાવેલ છે તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાં કુલ 129 અરજી લોક અદાલતમાં અરજદારને સીઝ થયેલ રકમ પરત અપાવવા માટે સબમીટ કરેલ છે. જે અરજીઓમાં કોર્ટ દ્વારા બેંકોને રકમ પરત કરવા હુકમ થયેલ છે તથા તા.01.01.2022થી આજદિન સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે કુલ 40 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 55 આરોપીઓ અલગ અલગ રાજ્યમાં તપાસમાં જઇ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સાયબર ક્રાઇમ ફ્રોડના બનતા બનાવો અટકાવવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ 43 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામો અલગ અલગ સ્કૂલ, કોલેજ, સંસ્થા તથા કંપનીઓ ખાતે જઇ કરવામાં આવ્યા છે.

852 જેટલા ખોવાયેલા મોબાઈલ પણ પરત અપાવ્યા

ક્યારેક ભીડભાડવાળા વિસ્તારોનો લાભ લઈને લોકોના મોબાઈલ ચોરી થવા અથવા તો પડી જતા હોય છે. તેવા સમયે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી કુલ 852 ખોવાયેલ મોબાઈલ રીકવર કરવામાં આવેલ છે. જેમાંથી તા.15.02.2023 ના રોજ કુલ 40 લોકોને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્તે મોબાઈલ પરત અપાવવામાં આવ્યા છે.

ઓનલાઈન ફ્રોડ સામે સતર્ક રહેવાની પોલીસે કરી અપીલ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકોને મીડિયાના માધ્યમથી સલાહ આપવામાં આવી છે કે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેસેજ, ઇ-મેલ મારફતે મોકલવામાં આવતી કોઈ પણ પ્રકારની લીંક ઓપન કરવી નહીં તથા લોભામણી જાહેરાતોમાં ફસાવુ નહીં અને કોઇ નાણાંકીય વ્યવહાર કરવો નહીં.

આ પણ વાંચો: Rajkot: ફી વધારાને લઈને ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે કોંગ્રેસનું હલ્લાબોલ, વાલીઓ માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

અજાણ્યા નંબર પરથી મેસેજ કોલ આવે તો OTP, પીન, સીવીવી કોઈ વિગત શેર કરવી નહીં

અજાણી વ્યક્તિઓ તથા સાયબર ભેજાબાજોને પોતાના OTP, પીન, સીવીવી, આપવા નહી તથ એનીડેસ્ક, કવીકસપોર્ટ, ટીમવ્યુઅર જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી તથા સાયબર ભેજાબાજોને સદર એપ્લીકેશન એકસેસ આપવુ નહી. તથા અન્ય એમ.ઓ. જેમ કે ઇલેકટ્રીક સીટી બીલ ભરેલ નથી, ક્રેડીટ કાર્ડ ચાલુ કરવા માટે, કે.વાય.સી અપડેટ માટે, ઓનલાઇન ઘરે બેઠા પાર્ટ ટાઇમ જોબ મેળવવા માટે, ઇન્સ્ટન્ટ લોન મેળવવા, બ્લેકમેલીંગ વોટસએપ વીડિયો કોર્લીંગ, ઓનલાઇન પ્લેટફોર્મ પર આર્મીમેનના નામે થતા ફ્રોડ  વગેરે  સાયબર ભેજાબાજોની લાલચમાં આવવુ નહીં. સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોએ તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કરી ફરીયાદ નોંધાવવી. જેથી અરજદારની રકમ ફ્રીજ કરી પરત મેળવવામાં મદદરૂપ થઇ શકે છે.

Next Article