Rajkot: મોબાઈલના વેપારીઓને ત્યાં કસ્ટમ વિભાગના દરોડા, સમાચાર મળતાં જ વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી

|

Jan 12, 2022 | 5:04 PM

યાજ્ઞિક રોડ બપોરના સમયે અચાનક જ કસ્ટમ વિભાગની ટીમે મોબાઈસ શોપમાં શટર બંધ કરાવી અંદર તપાસ શરૂ કરૂ છે. ગ્રે માર્કેટમાંથી આવતા મોબાઈલ બાબતે દરોડા પડાયા હોવાનું અનુમાન છે.

રાજકોટ (Rajkot) યાજ્ઞિક રોડ (Yagnik road) ઉપર મોબાઈલ (Mobile) ની સંખ્યાબંધ દૂકાનો આવેલી છે. રાજકોટમાં આ મોબાઈલનું મુખ્ય માર્કેટ કહેવાય છે. ત્યાં 6 જેટલી મોબાઈલની દુકાનો (Mobile shops) પર કસ્ટમ વિભાગ (Custom department)એ દરોડા (Raids) પાડતાં રાજકોટના મોબાઈલ વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે. દરોડાની જાણ થતાં જ યાજ્ઞિક રોડ સહિત રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં મોબાઈલની દુકાનોના શટર પાડી દેવાયાં છે.

સામાન્ય રીતે રીટેલરો પર જીએસટીના દરોડા પડતા હોય છે, પણ કસ્ટમના દરોડા પડતાં જ ગ્રે માર્કેટમાંથી આવતા મોબાઈલને કારણે આ કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. યાજ્ઞિક રોડ સહિતની અલગ અલગ 6 દુકાનોમાં હાથ તપાસ હાથ ધરાઈ છે, જેમાં બિલ વગરના મોંઘા મોબાઇલના વેચાણને લઇને તપાસ થતી હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

રાજકોટમાં મોબાઈલનું હબ ગણાતા યાજ્ઞિક રોડ બપોરના સમયે અચાનક જ કસ્ટમ વિભાગની ટીમ ત્રાટકી હતી અને તપાસ શરૂ કરાઈ છે. આ તપાસ કયા કારણેસર થઈ રહી છે તેના વિશે હજુ સુધી કોઇ ચોક્કસ જાણકારી મળી નથી. પણ જે રીતે એક સાથે 6 વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરાઇ છે તે જોતાં મોટા પ્રમાણમાં ડ્યૂટી ચોરી પકડાય તેવી શક્યતા છે.

જાણવા મળ્યું છે કે જામનગરની કસ્મટનની ટીમે આ દરોડા પાડ્યા છે. ટીમના અધિકારીઓએ દુકાનના શટર બંધ કરાવી દીધાં છે અને અંદર તમામ દસ્તાવેજોની તપાસ કરાઈ રહી છે. હજુ સુધી કેટલી ટેક્સ ચોરી પકડાઈ છે તેના વિશે કોઈ જાણકારી મળી નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાંથી આવતા મોબાઈલના કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. કેમ કે આવા મોબાઈલનું કોઇ બીલ હોતું નથી અને તે કંપનીના ભાવ કરતા ઘણા ઓછા ભાવમાં વેચાતા હોય છે. આ જ મૂળ કારણ હોવાનું કહેવાય છે. આ તપાસ લગભગ સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Rajkot: કોરોનાના નિયમ તોડનારા પર તંત્રની તવાઇ, 24 કલાકમાં જાહેરનામા ભંગના 115 ગુના નોંધાયા

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો એક જ દિવસમાં 782 કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ, તંત્રએ કાયદાનું પાલન કરાવવાની કવાયત શરૂ કરી

Next Video