Rajkot : દૂધમાં ભેળસેળ મામલે કોર્પોરેશનની મેગા ડ્રાઇવ, દૂધમાં પાણીની ભેળસેળ થતી હોવાનો ખુલાસો

|

Aug 26, 2021 | 9:19 AM

છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ રાજકોટ શહેરમાં ઠલવાતું હોવાનું સામે આવ્યા બાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર જાગ્યું છે.

Rajkot : શહેરમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવા કોર્પોરેશનની ફૂડ શાખાએ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગોંડલ ચોકડી પરથી પસાર થતા દૂધના વાહનોમાં તપાસ ચાલી રહી છે. સ્થળ પર જ નમૂના લઈને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા. જેમાંથી 4 વાહનોમાં પાણીની ભેળસેળ આવી સામે આવી છે.

ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વહીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ભેળસેળ સામે આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ રાજકોટ શહેરમાં ઠલવાતું હોવાનું સામે આવ્યા બાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર જાગ્યું છે.

તો બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે દોઢ જ વર્ષમાં દૂધના 8 નમૂના ફેલ થયા છે. સેમ્પલ ફેલ થવાનો રેશિયો 30 ટકા જેટલો થયો છે જે અન્ય શહેરો કરતા પણ વધારે છે. જેના પરથી કહી શકાય કે રાજકોટ શહેરમાં નકલી દૂધનો વેપલો બેફામ થઈ રહ્યો છે તેના મથકોમાં સૌથી વધારે દૂધની ડેરીઓ અને ચાના કીટલીઓ છે.

બે કેસમાં તો દૂધના નામે પાણી વેચાતું હોય તેવી સ્થિતિ હતી કારણ કે, તેમાંથી 3 કરતા પણ ઓછા ફેટ નીકળ્યા હતા કારણ કે, વેપારીઓએ તેમાં પાણી હદ કરતા વધારે નાખી દીધું હતું. આ સિવાયના તમામ નમૂનાઓમાં ફોરેન ફેટ એટલે કે દૂધમાં ફેટ વધારવા માટે વેજિટેબલ ઘી અથવા સસ્તા તેલની ભેળસેળ નીકળી છે.

આવી ભેળસેળ ખૂલે એટલે નમૂના સબસ્ટાન્ડર્ડ ગણાય છે. જ્યારે દૂધના પેકેટમાં પેકેજ કર્યાની તારીખ કે યૂઝ બિફોર ન લખ્યું હોય તો તેને મિસબ્રાન્ડેડ ગણાય છે. કારણ કે, આ દૂધ ખરેખર ક્યારે બન્યું છે તેમજ ગુણવત્તાવાળુ છે કે નહિ તે ગ્રાહકને માહિતી મળતી નથી. આ તમામ બાબતોમાં દંડની જોગવાઈ છે. જે 8 નમૂના ફેલ થયા છે તેમાં 5માં દંડ કરાયા છે જ્યારે 3માં કેસ ચાલી રહ્યા છે.

Next Video