Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ, કોરોના ગાઈડ લાઇનનું કરાયું પાલન

|

Jul 22, 2021 | 9:03 PM

જેમાં બીએ, બી.કોમ સહિત 27 કોર્ષની પરીક્ષા માટે 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જેના પગલે 127 પરીક્ષા પર ચુસ્ત કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો.

Rajkot માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા(Exam) નો પ્રારંભ થયો છે. જેમાં બીએ, બી.કોમ સહિત 27 કોર્ષની પરીક્ષા માટે 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જેના પગલે 127 પરીક્ષા પર ચુસ્ત કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ટેમ્પરેચર ગનથી તપાસી, સેનેટાઈઝ કરાવીને પ્રવેશ અપાયો. તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. આ ઑફલાઈન પરીક્ષાના આયોજનથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ  જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો : Nalanda Open University Admission 2021: નાલંદા ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા 28 જુલાઇથી શરૂ થશે, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : Honor Killing: પિતાને મંજૂર ન હતા પ્રેમ લગ્ન, માતાની સામે જ ગર્ભવતી પુત્રીની ગળું કાપીને કરી હત્યા

Next Video