Rajkot : આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ, રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઇ જવા પર પ્રતિબંધ

|

Aug 16, 2022 | 12:12 PM

લોકમેળામાં વહિવટી તંત્ર,પોલીસ,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે.આખા મેળામાં ચુસ્ત પોલીસ (Rajkot police) બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

Rajkot : આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ, રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઇ જવા પર પ્રતિબંધ
Rajkot Lomela

Follow us on

રાજકોટમાં (Rajkot) આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો (lokmelo)  પ્રારંભ થશે. સાંજે 5: 30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra patel)  લોકમેળાને ખુલ્લો મૂકશે.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે.લોકમેળાને લઇને પોલીસ કમિશનર દ્રારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે.આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ,PGVCL,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે.આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે,રાજકોટમાં  દર વર્ષે યોજાતો મેળો આ વર્ષે આઝાદીના અમૃત લોકમેળા (Lokmelo)  તરીકે યોજાશેય.આવતીકાલથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ (Race Course ground) ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે. મહત્ભાવનું છે કે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ (Collector Mahesh Babu) રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અધિકારી સાથે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

લોકમેળામાં લાખોની જનમેદની ઉમટશે

લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે.જેથી સુરક્ષા વ્યવસ્થા (Rajkot police)  સઘન ગોઠવવામાં આવી છે.લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે.જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ (Police Control room) અને વહીવટી તંત્ર કરાશે.એટલું જ નહીં અલગ અલગ 22 કમિટીઓ (Committee) મેળામાં કામગીરી સંભાળશે.જેમાં ફૂડ, આરોગ્ય, ટેકનિકલ અને વીજળી વિભાગ સહિતની ટીમો કાર્યરત રહેશે.લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.

Published On - 12:09 pm, Tue, 16 August 22

Next Article